લઠ્ઠાકાંડના પડઘા:રાજકોટમાં NSUIની સહી ઝુંબેશ, નશીલા પદાર્થનું વેચાણ બંધ કરવા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો

રાજકોટ20 દિવસ પહેલા
સહી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો

બોટાદમાં થયેલ કથિત લઠ્ઠકાંડ પગલે આજે સતત બીજા દિવસે NSUI દ્વારા રાજકોટમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગઇકાલે ગૃહમંત્રીના રાજીનામાં માંગ સાથે કરાયેલ વિરોધ બાદ આજે શાળા અને કોલેજ આસપાસ વ્હેંચાતા દારૂ ડ્રગ અને ગાંજા જેવા નશીલા પદાર્થ નાબૂદ કરવા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ ની આગેવાનીમાં વિવિધ કોલેજ ખાતે સહી ઝુંબેશ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી
ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ પણ સરકાર જાગૃત નથી બની ગુજરાતમાં કોલેજોની નજીકના વિસ્તારમાં જ પેડલરો અને બુટલેગરો ડ્રગ ગાંજા તેમજ દારૂનું વહેચાણ કરી રહ્યા છે જેની સામે કડક કાર્યવાગી થવી જોઈએ પરંતુ તે થતી નથી માટે આજે રાજકોટમાં અલગ અલગ યુનિવર્સીટી ખાતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને વિદ્યાર્થીઓની સહી સાથે સરકારને જગાડવા પર્યાસ કરવામાં આવી રહ્યો છે.

સરકારને જગાડવા પર્યાસ કરવામાં આવી રહ્યો છે: NSUI
સરકારને જગાડવા પર્યાસ કરવામાં આવી રહ્યો છે: NSUI

યુવાનો પોતાની જાન ગુમાવશે
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગુજરાતની લગભગ તમામ યુનિવર્સિટીની નજીકના અંતરે ખુલ્લેઆમ દારૂ,ગાંજા અને ડ્રગ્સનું વેચાણ થઈ રહયું છે. શું પ્રસાશન આ બધી વાતો થી અજાણ છે? ગરીબ ઘરના વિદ્યાર્થીઓના માતાપિતા કાળી મજૂરી કરીને તેમના દીકરા દીકરીઓને અહી ભણવા મૂકે છે જેથી એમનું જીવન સુધરે પણ આવા બૂટલેગરો અને ડ્રગ્સ માફીયાઓના ખુલ્લેઆમ દારૂ ગાંજા, ડ્રગ્સના વેપારને કારણે વિદ્યાર્થીઓ ઊંધા રસ્તે ચડી રહ્યા છે. NSUI આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો થવા છતાં પ્રશાસન કોઈજ પ્રકાર ના પગલાં લેતું નથી. જો આગામી દિવસોમાં આ નશીલા પદાર્થનું વેચાણ બંધ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં અનેક યુવાનો પોતાની જાન ગુમાવશે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી
ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી

ડ્રગ માફિયાઓને જેલના હવાલે કરો
NSUIની માંગ છે કે આ નસાખોરીને ડામવા આવા ડ્રગ માફિયાઓને જેલના હવાલે કરવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીની વાત માત્ર કાગળ પર જ નહિ ખરા અર્થમાં સાબિત કરી બતાવે તે ખુબ જ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...