તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સૌ.યુનિ.માં માટી કૌભાંડ મામલે કુલપતિની ચેમ્બરમાં NSUIનો હલ્લાબોલ,'રજિસ્ટ્રાર રાજીનામુ આપે'ના ઉગ્ર સુત્રોચાર કર્યા, પોલીસે અટકાયત કરી

2 મહિનો પહેલા
યુનિવર્સિટી..હાય..હાયના ઉગ્ર સુત્રોચાર કર્યા
  • કૌભાંડમાં જવાબદાર સામે કડક પગલાં લેવા માંગ કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના બ્યુટીફીકેશનમાં થયેલા માટીના કૌભાંડ મામલે આજે યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજકોટ શહેર NSUI દ્વારા કુલપતિ સમક્ષ હલાબોલ કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને રજિસ્ટ્રાર રાજીનામુ આપે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આ રજુઆતમાં કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.

પોલીસે આગેવાનોની અટકાયત કરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ શહેર NSUI દ્વારા આજે કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષના બ્યુટીફીકેશન માટે થયેલ માટી કૌભાંડમાં જવાબદાર સામે કડક પગલાં લેવા તેમજ વારંવાર થતા ભ્રષ્ટાચાર બંધ કરવા માંગ કરી હતી. આ સમયે NSUI ના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા હાય રે યુનિવર્સિટી હાય, રજિસ્ટ્રાર જતીન સોની રાજીનામુ આપો ના ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. જો કે આ સમયે NSUI દ્વારા ઉગ્ર બોલાચાલી કરતા પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.

કુલપતિને આવેદન પત્ર પાઠવ્યું
કુલપતિને આવેદન પત્ર પાઠવ્યું

માટી કૌભાંડનો મોટો વિવાદ
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જતિન સોનીની આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા પુરાવાઓના આધારે સામે આવી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે જતિન સોની પાસેથી ચાર્જ લઇ લેવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. આ માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ તખ્તો પણ તૈયાર કરી લીધો છે.

રજિસ્ટ્રાર જતીન સોની સામે ઉગ્ર દેખાવો કર્યા
રજિસ્ટ્રાર જતીન સોની સામે ઉગ્ર દેખાવો કર્યા

રજિસ્ટ્રાર તરીકે પોતે જ તમામ બિલ મંજૂર કરી દીધા
સરકારી નિયમ મુજબ અધિકારી સામે તપાસ ચાલી રહી હોય તે દરમિયાન તે હોદ્દા પર રહી શકે નહીં. યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક તરીકે જતિન સોનીએ માટી નાખવાનું કામ આપ્યું અને રજિસ્ટ્રાર તરીકે પોતે જ તમામ બિલ મંજૂર કરી દીધા. જોકે ઓડિટ વિભાગે ટ્રેક્ટરના નંબર તપાસતા બે-બે ટ્રેક્ટરના નંબર કારના નીકળતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

યુનિવર્સિટી..હાય..હાયના ઉગ્ર સુત્રોચાર કર્યા
યુનિવર્સિટી..હાય..હાયના ઉગ્ર સુત્રોચાર કર્યા

માટી કૌભાંડમાં તપાસ સમિતિની બુધવારે મિટિંગ
યુનિવર્સિટીના માટી કૌભાંડમાં એક જ અધિકારીએ બે હોદ્દાનો ઉપયોગ કરીને ગોટાળો કર્યાનું ખૂલતા યુનિવર્સિટીએ આ અંગે તપાસ સમિતિ રચી છે જેમાં સિન્ડિકેટ સભ્ય ડૉ. ભાવિક કોઠારી, ડો. ભરત રામાનુજ, હરદેવસિંહ જાડેજા, ઓડિટર લીનાબેન ગાંધી અને આર્કિટેક્ટ ફેકલ્ટીના ડીન ડો. દેવાંગ પારેખની વરણી કરી છે. આ તપાસ સમિતિની તારીખ 14ને બુધવારે પ્રથમ મિટિંગ મળશે.

પોલીસે આગેવાનોની અટકાયત કરી
પોલીસે આગેવાનોની અટકાયત કરી
અન્ય સમાચારો પણ છે...