તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં NSUIની DEO કચેરીમાં રામધૂન, સ્કૂલોની ફી વધારાની દાદાગીરી સામે સુત્રોચ્ચાર કરી અધિકારી પર બંગડી ફેંકી, 5ની અટકાયત

રાજકોટ3 મહિનો પહેલા
NSUIના કાર્યકરોએ DEO પર બંગડી ફેંકી.
  • ‘શિક્ષણ માફિયાઓના રક્ષક’લખેલું બેનર DEO કચેરી બહાર લગાડ્યું

રાજકોટમાં ખાનગી સ્કૂલોની ફી ઉઘરાણીની મનમાની સામે આજે NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIના મોટી સંખ્યામાં કાર્યકરો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ દોડી આવ્યા હતા અને હંગામો માચાવ્યો હતો. કાર્યકરોએ અધિકારી પર બંગડી ફેંકતા મામલો બિચક્યો હતો. તેમજ DEO કચેરી બહાર બેનર લગાવવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, શિક્ષણ માફિયાઓના રક્ષક ભક્ષક. તેમજ રાજીનામું આપોના સુત્રોચ્ચાર કરતા પોલીસ દોડી આવી હતી અને 5 કાર્યકરની અટકાયત કરી હતી.

DEO કચેરીમાં રામધૂન બોલાવી
જિલ્લા શિક્ષણ અધિકારીના ટેબલ પર NSUI દ્વારા બંગડીઓ ફેંકી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આજ દિન સુધી મળેલી ફરિયાદો અને તેમના પર કાર્યવાહી કે માહિત ન આપતા DEOની ચેમ્બરમાં જ જોરશોરથી રામધૂન બોલાવી હતી. NUIના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, સેવાદળના પ્રમુખ મુંધવા, ભાવેશ પટેલ, NSUIના અભિરાજ તલાટીયા, પાર્થ બગડા, મોહિલ ડવ સહિતના કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

DEOના પગે પડતા NSUIના કાર્યકરો.
DEOના પગે પડતા NSUIના કાર્યકરો.

વાલીઓને એડવાન્સ ફી ભરવા બાબતે દબાણ
NSUIએ DEOને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની ખાનગી સ્કૂલો દિવસેને દિવસે વાલીઓ પર ફી ભરવા દબાણ કરીને જાત જાતની મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. કોરાના મહામારીને લીધે લોકો આર્થિક મંદી, બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે અમુક ખાનગી સ્કૂલોએ બેફામ દાદાગીરીએ હદ વટાવી છે. કોરાનાકાળને લીધે છેલ્લા એકાદ વર્ષથી વધુ સમયથી સ્કૂલો બંધ હોવાથી માત્ર ઓનલાઈન શૈક્ષણિક કાર્ય જ ચાલુ છે. પરંતુ રાજકોટની મોટાભાગની ખાનગી સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓની ફી બાકી છે તેમના ઓનલાઈન ક્લાસો બંધ કરી દેવામા આવે છે અને વાલીઓને એડવાન્સ ફી ભરવા બાબતે દબાણ, ફી વધારાની જાણ સાથે ખુલ્લેઆમ પરિપત્રો મોકલી શિક્ષણના નામે ધંધો ખોલ્યાની સાબિતી આપે છે.

પાંચ કાર્યકરની અટકાયત.
પાંચ કાર્યકરની અટકાયત.

ખાનગી સ્કૂલ સંચાલકોની મિલીભગતથી વાલીઓને મૂર્ખ બનાવાનુ કારસ્તાન છે?
વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ રાજ્ય સરકાર એવુ કહી રહી છે કે કોરાનાકાળને લીધે કોઈ પણ ખાનગી સ્કૂલોને ફી વધારાની મંજૂરી નહીં મળે અને બીજી તરફ રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ જગજાહેર કહે છે કે, અમુક સ્કૂલોએ 10થી 15% જેટલી ફી વધારો કર્યો તેમને ફી નિર્ધારણ કમિટીમાં મંજૂરી માટે અરજી કરી છે. એટલે અહીં સવાલ એ ઉભો થાય કે શું ખાનગી સ્કૂલના સંચાલકો હવે સરકારને પણ નથી ગાંઠતા? જો ફી વધારાની મંજૂરી આપવાના જ નથી તો અગાઉથી 10થી 15%ના વધારા સાથે ફી ઉઘરાણી કેમ થાય છે? કે પછી સરકારની અને ખાનગી સ્કૂલ સંચાલકોની મિલીભગતથી વાલીઓને મૂર્ખ બનાવાનુ કારસ્તાન છે?

બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા.
બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા.

કેટલાય વિદ્યાર્થીઓની ફી વાંકે કારકિર્દી જોખમાય રહી છે
વધુમાં જણાવ્યું હતું કે, માની લઈએ કે, ફી વધારો કરવા માંગતી સ્કૂલોએ FRCમાં અરજી કરી હોય તો સૌરાષ્ટ્ર ઝોનની ફી નક્કી કરતી ફી નિર્ધારણ કમીટીના ચેરમેન જ નથી તો ફીની મંજૂરી કે નામંજૂરનું નક્કી કોણ કરશે? ઉપરના તમામ સવાલોથી એ સ્પષ્ટ છે કે શિક્ષણ માફિયાઓ કહે તે જ શિક્ષણ વિભાગના નિયમો શિરોમાન્ય રહે છે. એટલે જ કેટલાય વિદ્યાર્થીઓની ફી વાંકે કારકિર્દી જોખમાય રહી છે તે શરમજનક બાબત છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના જિલ્લાના પ્રતિનિધી તરીકે જેમની તમામ જવાબદારીઓ હોય તેવા જિલ્લા શિક્ષણ અધિકારી ખુદ છેલ્લા ઘણા સમયથી મુખપ્રક્ષક બની ગયા હોય તેવી વાલીજગતમા ચર્ચા થઈ રહી છે.

DEOને આવેદનપત્ર પાઠવ્યું.
DEOને આવેદનપત્ર પાઠવ્યું.

વાલીઓ હેરાન થઈ ત્રાસી ગયા
ખુલ્લેઆમ દાદાગીરી કરતી ખાનગી સ્કૂલોની ફરિયાદ કરવા અંગે જણાવ્યું હતું કે, વાલીઓનું જાણે સાંભળનાર કોઈ ન હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપજી આવ્યુ છે અને વાલીઓ હેરાન થઈ ત્રાસી ગયા છે. અમુક ફરિયોદોથી આવી સ્કૂલોને નોટિસો મોકલી તૈયાર જવાબથી સંતોષ માણીને જાણે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જાણે ખાનગી સંસ્થાઓના વચેટિયાની કચેરી હોય તેમ અધિકારીઓ જાણે વેચાય ગયા હોય તેમ લાગી રહ્યુ છે. મસ્તમોટી ફીના ઉઘરણા કરતી ખાનગી સ્કૂલો પર જિલ્લા શિક્ષણ અધિકારીની કોઈ પણ જાતની ભડક કે અંકુશ નથી તે સ્પષ્ટ છે એટલે જ તેઓ બિંદાસ નિયમ વિરુદ્ધ ફી વધારાઓ કરી અને ફી વાંકે ઓનલાઈન ક્લાસો બંધ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...