• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • NSUI's 24 Hour Ultimatum To VC On Recruitment Issue Of Professors In SAU, If Recruitment Process Is Not Done Again, There Will Be Agitation: NSUI

વિરોધ બાદ આદેશ:સૌ.યુનિ.માં અધ્યાપકોની ભરતી મુદ્દે વાઘાણીએ કહ્યું: કોઈને અન્યાય ન થાય તેવી કામગીરી કરવા સૂચના આપી છે

રાજકોટ2 મહિનો પહેલા
  • કુલપતિ નીતિન પેથાણી સાથે શિક્ષણ મંત્રીએ ફોન પર ચર્ચા કરી
  • આ મુદ્દે NSUIનું VCને 24 કલાકનું અલ્ટીમેટમ, જો ભરતી પ્રક્રિયા ફરીથી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થશે : NSUI
  • વ્હોટસએપ ગ્રુપની ચેટ વાઇરલ થતા NSUIનો વિરોધ, કુલપતિને કહ્યું : ઇન્ટરવ્યૂના નાટક કરવાનો શું મતલબ છે ?

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર પર આધારિત ભરતી કરવાની પ્રક્રિયા અંગે હાલ એક વ્હોટસએપ ગ્રુપની ચેટ વાઇરલ થઈ હતી. આ મુદ્દે રાજકોટ શહેર NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિન્ડિકેટ સભ્યોમાંથી ભાજપના સભ્યોએ એક અલગ વ્હોટસએપ ગ્રૂપ બનાવી પોતાની પસંદના ઉમેદવારોના નામ આપ્યા હતા. જેને ઘેરા પ્રત્યાઘાત ખુદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સુધી પડ્યા હતા અને તેમણે કુલપતિ નીતિન પેથાણી સાથે શિક્ષણ મંત્રીએ ફોન પર ચર્ચા કરી આ અંગે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે,કોઈને અન્યાય ન થાય તેવી કામગીરી કરવા શિક્ષણ વિભાગ સૂચના આપી છે

ટેલિફોનિક વિગતો-માહિતી જાણી હતી
વધુમાં તેમણે લખ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા કરાર આધારિત ભરતી સંદર્ભે વિવાદ ધ્યાને આવતા કુલપતિ સાથે ટેલિફોનિક વિગતો-માહિતી જાણી સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી, મેરીટ ના આધારે કરવા, કોઈપણ ઉમેદવાર ને અન્યાય ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી છે.અગ્ર સચિવ,શિક્ષણ વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપી છે.

NSUIના કાર્યકરોએ કુલપતિ સામે ઉગ્ર દેખાવો કર્યા
NSUIના કાર્યકરોએ કુલપતિ સામે ઉગ્ર દેખાવો કર્યા

24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું
આ અંગે NSUIના કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી..હાય..હાયના ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને VC નીતિન પેથાણીની ચેમ્બરમાં વિરોધ કરી તેમને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જ્યાં રાજકોટ જિલ્લા NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે કહ્યું હતું કે,ઇન્ટરવ્યૂના નાટક કરવાનો શું મતલબ છે ? આ તો રાત દિવસ નોકરી માટે મથતા લાયક ઉમેદવારો સાથે અનન્યાય થયો છે. જો ભરતી પ્રક્રિયા ફરીથી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થશે

વ્હોટસએપ ગ્રુપની ચેટ વાઇરલ થતા NSUIનો વિરોધ
વ્હોટસએપ ગ્રુપની ચેટ વાઇરલ થતા NSUIનો વિરોધ

સિન્ડિકેટ સભ્યોની ગુપ્ત બેઠક મળી હતી
ઉલ્લેખનિય છે કે કોન્ટ્રકટ આધારિત અધ્યાપકની ભરતી કરી તેમને અધધ રૂપિયા 40,000 ના માસિક પગાર ચૂકવી કરવામાં આવશે જેમાં પણ તેમની સામે વિરોધનો સુર ઉઠી રહ્યો છે અને કોન્ટ્રાકટ આધારિત અધ્યાપકોના પગાર ધોરણ રકમ માં ઘટાડો કરવા માંગ ઉઠી છે.જોકે આજથી શરૂ થઇ રહેલી ભરતી પ્રક્રિયાના એક દિવસ અગાઉ રવિવારની રજા હોવા છતાં 20 દિવસ પહેલા પણ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની ગુપ્ત બેઠક મળી હતી જેમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં લાગતા વળગતાઓએ ગોઠવવા વાતચીત થઇ હોવાનું જાણવા મળ્યું છે.

યુનિવર્સિટી..હાય..હાયના ઉગ્ર સુત્રોચાર કર્યા
યુનિવર્સિટી..હાય..હાયના ઉગ્ર સુત્રોચાર કર્યા

ક્યાં ભવનમાં કેટલા અધ્યાપકોની જગ્યા છે ?
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેથેમેટિક્સ વિભાગમાં 04, ફિઝિક્સ વિભાગમાં 03, નેનો સાયન્સ વિભાગમાં 02, બાયો સાયન્સ વિભાગમાં 06, બાયો કેમેસ્ટ્રી વિભાગમાં 02, બાયો ટેકનોલોજી વિભાગમાં 02, ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં 02, કેમેસ્ટ્રી વિભાગમાં 09, સ્ટેટેસ્ટીક વિભાગમાં 03, ફિઝિકલ એજ્યુકેશન વિભાગમાં 02, હોમ સાયન્સ વિભાગમાં 03, બિઝનેશ મેનેજમેન્ટ વિભાગમાં 03, બાબાસાહેબ આંબેડકર વિભાગમાં 02, જર્નાલીઝમ વિભાગમાં 02, ઈંગ્લીશ વિભાગમાં 02, હિન્દી વિભાગમાં 02, ઇકોનોમિસક વિભાગમાં 01, ફિલોસોફી વિભાગમાં 01, સોસ્યોલોજી વિભાગમાં 02, સંસ્કૃત વિભાગમાં 01, હિસ્ટ્રી વિભાગમાં 01, MSW વિભાગમાં 04, MLW વિભાગમાં 01, ફાર્મસી વિભાગમાં 21 જેમાં ફાર્મસી પ્રોફેસર 01 અને ફાર્મસી આસી. પ્રોફેસર 02ની જગ્યા છે.