બોટાદ લઠ્ઠાકાંડનો વિરોધ:રાજકોટમાં NSUIના કાર્યકરો રસ્તા પર બેસી ગયા, ગૃહમંત્રીના રાજીનામાની માગ, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી

રાજકોટ12 દિવસ પહેલા
વિરોધ કરતા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

બોટાદનાં રાજિદ ગામે થયેલ કથિત લઠ્ઠાકાંડ મામલે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા રાજકોટના કોટેચા ચોક ખાતે રસ્તા પર બેસી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે ગૃહમંત્રીનાં રાજીનામાં અને ભોગ બનનારનાં પરિવારને આર્થિક સહાય આપવા સહિતની વિવિધ માગો કરવામાં આવી હતી. જોકે આ અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને દેખાવો કરતા NSUIના આગેવાનો તેમજ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી.

દારૂબંધી તો માત્ર કાગળ પર જ હોવાનું ફરી એકવાર સાબિત થયું
NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીનાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં કડક દારૂબંધી તો માત્ર કાગળ પર જ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. જેમાં દારૂના નામે ઝેરી કેમિકલ પદાર્થ ભેળવીને દારૂ પીવાથી 40થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. રોજિદ ગામના લોકો દ્વારા 4 મહિના અગાઉ દારૂબંધી અંગે મામલતદારને લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નહોતા અને તેને લીધે આવું ખરાબ પરિણામ આપણી સામે આવ્યું છે.

NSUIના કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા.
NSUIના કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા.

ગામ લોકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાયા નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ તમામ લોકોના મૃત્યુ માટે જવાબદાર સરકાર અને વહીવટ તંત્ર છે. કારણ કે, દારૂ માફિયા અને સરકારની મિલીભગતને કારણે આ બનાવ બન્યો છે. જો ગામ લોકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો કદાચ મોતને ભેટેલા લોકો આજે જીવિત હોત. એટલું જ નહીં હાલ ભાજપ સરકાર જે રીતે કામ કરી રહી છે તેને જોતા આવનારા સમયમાં ગુજરાતનાં અન્ય કોઈ પણ સ્થળે આવો બનાવ બનવાની દહેશત છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી દ્વારા રાજીનામું આપવામાં આવે, બનાવમાં સંડોવાલા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે પગલા લઈ મૃતકોનાં પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવે તેવી અમારી માગ છે.

બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...