અનોખો વિરોધ:વધી રહેલી બેરોજગારીના વિરોધમાં રાજકોટ NSUIએ રસ્તા પર બુટ પોલિશ કર્યા, ‘યુવાનોને રોજગારી આપો’ના સુત્રોચ્ચાર, અટકાયત

રાજકોટ9 મહિનો પહેલા
બેરોજગારીના વિરોધમાં રાજકોટ NSUIએ બુટ પોલિશ કરી વિરોધ કર્યો. - Divya Bhaskar
બેરોજગારીના વિરોધમાં રાજકોટ NSUIએ બુટ પોલિશ કરી વિરોધ કર્યો.
  • પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી

વધી રહેલી બેરોજગારના વિરોધમાં આજે રાજકોટ NSUI દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ જાહેર રસ્તા પર બુટ પોલિશ કરી વિરોધ નોંધાવ્યો હતો.

તેમજ યુવાનોને રોજગારી આપોના સુત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ થતા દોડી આવી હતી અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

NSUIના કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
NSUIના કાર્યકરોની અટકાયત કરવામાં આવી.

પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં
NSUIના કાર્યકરોએ બુટ પોલિશ કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ કાર્યકરોની અટકાયત કરતી હતી ત્યારે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. NSUIના કાર્યકરોમાં બેરોજગારીને લઇને રોષ જોવા મળ્યો હતો. પોલીસે તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી.
પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી.

બેરોજગારીનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે:NSUI
NSUI જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મોટાભાગના સરકારી ખાતામાં જગ્યા ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી. જો ભરતી કરવામાં આવે તો પણ ત્યાં પારદર્શિતા જળવાતી નથી એટલે ભરતી કૌભાંડ કરવામાં આવે છે. જેને કારણે બેરોજગારીનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...