તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પરીક્ષા રદ કરવા NSUIએ પીપીઈ કિટ પહેરી યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર કર્યા : કુલપતિને આવેદન

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

યુનિવર્સિટી દ્વારા 10મીથી અલગ અલગ વિભાગોની પરીક્ષાઓ શરૂ થનાર છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમા લેતા કોરાનાનું સંક્રમણ વધતા ચાર મહાનગરોમા રાત્રી કર્ફ્ર્યૂ લાદવામા પણ આવ્યું છે. તેમજ તમામ સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પણ નહીં યોજવા સરકારે જાહેરનામુ બહાર પાડ્યું છે. ગુજરાત યુનિવર્સિટી અને GTU જેવી યુનિવર્સિટીઓએ પણ તા.10 થી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રાખી છે તો સૌ. યુનિ. શા માટે આવી પરિસ્થિતિમા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ લઈ રહી છે તેવો વિદ્યાર્થી જગતમા સવાલ થઈ રહ્યા છે. જો યુનિવર્સિટીના સત્તાધીશોએ તા.10 થી પરીક્ષાઓ લેવા મન મક્કમ બનાવી લીધું હોય તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતની જવાબદારી લેવી જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હાલની પરિસ્થિતિની અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખી તા. 10 થી શરૂ થતી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય તત્કાલ કરવામાં નહીં આવે તો NSUI ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો