માંગ:રાજકોટમાં સમરસ હોસ્ટેલ ફરી શરૂ કરવાની માંગ સાથે સૌ.યુનિ.માં NSUI દ્વા૨ા ઉગ્ર રજૂઆત, કાર્યકરોની અટકાયત કરાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • સમરસ હોસ્ટલ બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે : શહેર NSUI પ્રમુખ

કો૨ોનાકાળમાં છેલ્લા બે વર્ષથી બંધ ક૨ાયેલ ૨ાજકોટની સમ૨સ હોસ્ટેલને હવે તત્કાલ ખોલી નાંખી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રીયા શરૂ ક૨વાની માંગ સાથે NSUI દ્વા૨ા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરાઈ હતી. આ અંગે શહેર NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સમરસ હોસ્ટલ બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

છેલ્લા 3 મહિનાથી બધુ ખૂલી ગયું છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડની પરિસ્થિતિમાં સમગ્ર રાજયમાં લોકડાઉન પણ લાગુ કરવામાં આવેલ. અને લોકડાઉનમાં તમામ કોલેજો અને છાત્રાલયો બંધ કરી દેવામાં આવેલ. છેલ્લા 3 મહિનાથી બધુ ખુલ્લુ કરી દેવામાં આવેલ છે. આમ, તમામ કોલેજોના ઓફલાઇન ભણાવવાનું પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં આવેલ સમરસ હોસ્ટેલ જે સરકારી છે જેમાં આશરે 2000 વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ફ્રી માં રહી જમી શકે અને અભ્યાસ કરી શકે તેવી સુવિધાઓ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે.

સમરસ હોસ્ટલ બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે : શહેર NSUI પ્રમુખ
સમરસ હોસ્ટલ બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે : શહેર NSUI પ્રમુખ

નવા આવેલ વિદ્યાર્થીઓ આર્થિક રીતે ગરીબ
છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા સમરસ હોસ્ટેલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવેલ હતી તે સારી બાબત છે. પરંતુ તે પરિસ્થિતિમાં કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓ ન હતાં. જેથી ત્યાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવેલ હતી. હાલ અત્યારે તમામ કોલેજો 3 મહિનાથી ચાલુ કરી દેવામાં આવેલ છે અને ભુતકાળમાં રહેતા અને નવા આવેલ વિદ્યાર્થીઓ આર્થિક રીતે ગરીબ હોવાથી જેને સમરસ હોસ્ટલ બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છેલ્લા દસ દિવસ પહેલા ગુજરાતની રાજકોટ સિવાયની તમામ સમરસ હોસ્ટેલની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ રાજકોટ શહેરમાં હાલ સુધી કોઇ પ્રક્રિયા કરવામાં આવેલ નથી.