• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • NSUI Flew A Counterfeit Note And Protested When The Chancellor Bought An IPhone With The Money Of The University, Saying: Not The Icon Of The University But His IPhone Has Fallen.

વિરોધ:સૌ.યુનિ.ના પૈસે કુલપતીએ આઇફોન ખરીદવાની દરખાત કરતા NSUIએ વિરોધ કરી કહ્યું: યુનિ.ના આઇકોન નહિ પોતાના આઈફોનની પડી છે

રાજકોટ7 મહિનો પહેલા
NSUI દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો
  • યુનિવર્સિટીને 1.19 લાખનો ફોન ખરીદીને જો 1% નો ફાયદો થતો હોત તો તે બતાવો !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતી ડો.ગિરીશ ભીમાણીએ ચાર્જ સંભાળતા સાથે જ આઈ-ફોન 13 પ્રો મેક્સ ખરીદ કરવામાં આવ્યો હતો. જે આઇફોન મોબાઇલ બિલ આજની ફાયનાન્સ કમીટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેની સામે આજે સતત બીજા NSUI દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ગઇકાલે ભીખ આપ્યા બાદ આજે રૂપિયાની ખોટી ચલણી નોટો ફાયનાન્સ કમિટી સમક્ષ ઉડાવી વિરોધ દર્શાવ્યો હતો. જો કે આ સમયે રજુઆત અને મીડિયા અહેવાલ બાદ કુલપતિ તેમજ ફાયનાન્સ કમિટી દ્વારા આ દરખાસ્ત મંજુર નહિ કરવામાં આવે તેવી બાહેંધરી NSUIને આપી હતી.

આ દરખાસ્ત મંજુર ના કરવા અલ્ટીમેટમ આપ્યુ
આ દરખાસ્ત મંજુર ના કરવા અલ્ટીમેટમ આપ્યુ
NSUI દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો
NSUI દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો

આ બાબતે સાહેબે જવાબ આપવો પડશે
NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને સવાલ કરવામાં આવ્યા હતા કે આઈ-ફોનનુ લેટેસ્ટમાં લેટેસ્ટ મોડલ ખરીદીને તમે એવી તો કઈ કરકસર કરી સાહેબ ? આ જ રીતની કરકસર યુનિ.ના તમામ વિભાગો કરવાના છે કે શુ ? યુનિવર્સિટીને 1.19 લાખનો ફોન ખરીદીને જો 1% નો ફાયદો થતો હોત તો તે બતાવો ! સાહેબને અને સૌ વિધાર્થી જગતને ખ્યાલ છે કે ડિજિટલ યુગમાં ફોન તમે અનેક કંપનીઓના 19 હજારમાં સારા ફિચર્સ સાથે મળે છે તો પછી 1.19 લાખના ફોન ખરીદીને તમે મેસેજ શુ આપવા માંગો છો ? યુનિવર્સિટીમા અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને આ બાબતે સાહેબે જવાબ આપવો પડશે.

આજે રૂપિયાની ખોટી ચલણી નોટો ફાયનાન્સ કમિટી સમક્ષ ઉડાવી
આજે રૂપિયાની ખોટી ચલણી નોટો ફાયનાન્સ કમિટી સમક્ષ ઉડાવી

NSUI દ્વારા આ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો
(1) યુનિવર્સિટીને 'આઈ-ફોન'ની નહિ સાહેબ,સર્ટીફિકેટમાં 'હાઈ-ગ્રેડ' ની જરૂર છે
(2) તમને પડી હશે તમારા 'આઈ ફોન'ની, વિદ્યાર્થીઓને પડી છે યુનિ.ના 'આઈ-કોન'ની
(3) ગ્રેડ મેળવવા કર્યા હતા પૈસાના પાણી, હવે આઈ-ફોનની જીદ્દ ના કરો ડો.ભીમાણી

કરોડોના રૂપીયાના ખોટા ખર્ચાઓ કરવામા સતાધિશો નહી અચકાઈ
કરોડોના રૂપીયાના ખોટા ખર્ચાઓ કરવામા સતાધિશો નહી અચકાઈ

સવલતોના નામે પૈસા વેડફવામાં આવી રહ્યા છે
રાજકોટ NSUIએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કુલપતીની સન્માનીય ખુરશીમાં બેસ્યા બાદ તેનો સદુપયોગ કરવાની જગ્યાએ સવલતોના નામે પૈસા વેડફવામાં આવી રહ્યા છે. અમારી ફરજ છે કે વિદ્યાર્થીઓના પૈસા બચાવવા માટે એક જાગૃત વિદ્યાર્થી સંગઠન તરીકે NSUI સંપુર્ણ વિરોધ કરશે અને જો આવા ખોટા ખર્ચાઓ મુદે અત્યારે નહી બોલીશુ અને નહી અટકાવીશુ તો આવાનારા દિવસોમાં કરોડોના રૂપીયાના ખોટા ખર્ચાઓ કરવામા સતાધિશો નહી અચકાઈ.

આ દરખાસ્ત મંજુર ના કરવા અલ્ટીમેટમ આપ્યુ
આ દરખાસ્ત મંજુર ના કરવા અલ્ટીમેટમ આપ્યુ

વિદ્યાર્થીઓના પૈસા ખોટી રીતે ઉડાડવાનું બંધ કરો
NSUIએ ગઈકાલે આઈફોન ખરીદવા માટે કેમ્પસમાં ભીખ માંગી રજીસ્ટ્રાર સાહેબને આ એકઠી રકમ સુપત્ર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ દરખાસ્ત મંજુર ના કરવા અલ્ટીમેટમ આપ્યુ હતુ. આજે ફાયનાન્સ કમીટીની બેઠકમાં જીલ્લા NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપુતની આગેવાનીમાં કાર્યકરો પહોંચી કુલપતી ઉપર ઠગલાબંધ ખોટી નોટો ઉડાડી હતી અને જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓના પૈસા ખોટી રીતે ઉડાડવાનું બંધ કરો.

અનાથ બાળકની શિક્ષણની જવાબદારી લેવી
વધુમાં NSUIએ જણાવ્યુ હતુ કે કોરાનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અનેક વિધાર્થીઓએ ફી ના ભરી શકવાના કારણે અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડવાની નોબત ઉભી થઈ છે ત્યારે સાહેબે 1.19 લાખના બદલે 19 હજારના ફોન ખરીદીને 1.00 લાખ રકમ જો કોઈ અનાથ, હોંશિયાર વિદ્યાર્થીની અભ્યાસની જવાબદારી કુલપતી પોતે લઈ ફરીથી અભ્યાસ ચાલુ કરવાનો નિર્ણય લીધો હોત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અને સાહેબની ચારેકોર વાહવાહ થાત અને તમામ વિધાર્થી સંગઠન સાહેબ સન્માનીત કરેત. હવે સાહેબ અને ફાયનાન્સ કમીટીના સભ્યોએ વિચારવાનુ છે કે આ દરખાસ્ત મંજુર કરવી કે પછી કોઈ એક અનાથ બાળકની શિક્ષણની જવાબદારી લેવી.