તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:NSUIને રજૂઆત કરવા ન દેવાતા કુલપતિને માટી ભરેલું રમકડાંનું ટ્રેક્ટર આપી વિરોધ કર્યો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35થી વધુ પોલીસ જવાનો ખડક્યા: તપાસ સમિતિને રજૂઆત ન કરવા દેવાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ મુદ્દે NSUI દ્વારા હલ્લાબોલ સાથે માટીથી ભરેલા રમકડાંના ટ્રેક્ટર્સ કુલપતિને આપી અનોખો વિરોધ દર્શાવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને રજિસ્ટ્રાર રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં NSUI દ્વારા આક્ષેપ કર્યો હતો કે, રજિસ્ટ્રાર જતિન સોનીને છાવરવા કુલપતિના ઈશારે અમને તપાસ સમિતિ સમક્ષ રજૂઆત કરવા પોલીસે જવા ન દીધા હતા. NSUIના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમાં કુલપતીને ઉગ્ર પારદર્શક તપાસની રજૂઆત કરી રજિસ્ટ્રાર જતિન સોનીને તમામ પદ પરથી તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

જોકે તમામ NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. એનએસયુઆઈએ તપાસ સમિતિને કેટલીક બાબતો અંગે ધ્યાન દોરતા જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરે માટી બહારથી લાવવાની હતી કે કેમ, બહારથી લાવ્યા હોય તો રોયલ્ટીની પહોંચ છે કે નહીં, માટી નાખવાનો આદેશ કોણે આપ્યા, કઇ જગ્યાએથી માટી લેવી અને કઇ જગ્યાએ માટી નાખવી તેનો સરવે કોના દ્વારા કરાયો, કેટલા પ્રમાણમાં માટીની જરૂર પડશે તેની ગણતરી ક્યા વિભાગે કરી, માટીકામ માટે એસઓઆર પ્રમાણે કામ કરવાની જોગવાઇ છે કે કેમ, માટીકામ કોની પાસે કરાવવું તે અંગે કોન્ટ્રાક્ટર નક્કી કરવાની પ્રક્રિયા શું હતી અને કોન્ટ્રાક્ટરને કામગીરી સંદર્ભે આપેલ વર્ક ઓર્ડરની નકલ આપવી અને કામગીરીની પ્રક્રિયા નિયમોનુસાર થાય થઇ છે કે નહીં કેમ તે સંદર્ભે બાંધકામ વિભાગ અને ઓડિટ વિભાગના રિમાર્કસ હોય તે રજૂ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...