તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળીની નિકાસને મંજૂરી:હવે સૌરાષ્ટ્રના ખેડૂતોને પૂરતા ભાવ મળશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

ડુંગળીની નિકાસને સમયસર મંજૂરી આપી દેવામાં આવી છે. જેનો સૌથી મોટો ફાયદો સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે. આ સિવાય સૌરાષ્ટ્રમાંથી કાયમી ખરીદી કરતા જે દેશ છે એ બીજેથી ખરીદી કરશે નહીં. મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જણાવે છે કે, સપ્ટેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો હતો. એક્સપોર્ટની ડિમાન્ડ બંધ થઈ ગઈ હતી અને એ બધો જથ્થો સ્થાનિક માર્કેટમાં ઠલવાતો હતો. જ્યારે લોકલ માર્કેટમાં ડિમાન્ડ પ્રમાણમાં યથાવત્ હતી. આથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નહોતા, પરંતુ હવે નિકાસને મંજૂરી મળવાથી ડુંગળીની ડિમાન્ડ વધશે અને સૌરાષ્ટ્રના ખેડૂતોને પૂરતા ભાવ મળશે.

સૌરાષ્ટ્રની સાથે મહારાષ્ટ્ર અને સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે. નિકાસને મંજૂરી મળે એ અંગે વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં જે ડુંગળીનું વાવેતર થાય છે તેની ડિમાન્ડ દુબઈ, શ્રીલંકા,મલેશિયા, બાંગ્લાદેશમાં સૌથી વધુ છે. આ દેશો સૌરાષ્ટ્રમાંથી નિયમિત ખરીદી કરે છે. જોકે મહુવા પંથક અને ભાવનગરમાંથી ડુંગળી અને લસણમાંથી બનાવેલા પાઉડરની પણ નિકાસ મોટા પ્રમાણમાં છે. આ વર્ષે ભારે વરસાદ અને ઠંડીની ઋતુને કારણે ડુંગળીના પાકમાં નોંધપાત્ર વધઘટ થવાની સંભાવના છે. મંગળવારે રાજકોટ યાર્ડમાં એક મણ ડુંગળીનો ભાવ રૂપિયા 270 થી લઇને 460 સુધી બોલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો