કામગીરી:હવે રોડ પર ફુવારા કરવાને બદલે સિવિલ હોસ્પિટલ જંતુમુક્ત કરાશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાની જાણ થતા આખરે નિર્ણય બદલાયો

રાજકોટ મનપાના શાસકોએ દાતાઓ પાસેથી બે મશીન સેનિટાઈઝેશન માટે માગ્યા હતા. દાતાઓએ પોતાની ફરજ નિભાવી હતી. બાદમાં આ મશીનો દ્વારા શહેરના માર્ગો પર હાઇપોક્લોરાઈડના ફુવારા કરાયા હતા અને દરરોજ રાત્રીના સમયે આ રીતે રોડ પર કામગીરી થશે તેવી જાહેરાત સત્તાધીશોએ કરી હતી. જો કે ભાસ્કરે આઉટડોર સેનેટાઝેશનની કેન્દ્રના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા જોતા રોડ કે પાર્કમાં જરૂર જ ન હોવાનું સામે આવ્યું હતું.

માર્ગદર્શિકામાં આપેલી વિગતો સાથે સમગ્ર અહેવાલ તેમજ અધિકારીઓને તે માર્ગદર્શિકા મોકલતા આખરે રાત્રીના સમયે રોડ પર જંતુનાશક દવાઓના ફુવારા ઉડાડવાનો નિર્ણય બદલાયો છે. તેને બદલે સવારથી જ આ બંને મશીન સિવિલ હોસ્પિટલના કેમ્પસ કે જ્યાંના બિલ્ડિંગ અને ટેન્ટ સહિતની જગ્યાઓ પર વાયરસ હોવાનુ પ્રમાણ ખુબ હોય ત્યાં કામગીરી ચાલુ કરાવી છે. કોવિડની પ્રથમ લહેરમાં મનપાએ આ પ્રકારના મશિનનો ઉપયોગ કર્યો હતો. રોડ જેવી ખુલ્લી જગ્યાઓમાં સેનિટાઈઝેશનની જરૂર ન હોવા છતાં મનપાએ મુક્યાં હતાં મશીન.

અન્ય સમાચારો પણ છે...