રાજકોટથી આગામી તારીખ 1 મેના રોજ ઉદયપુર અને ઇન્દોરની નવી ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એરલાયન્સ કંપની દ્વારા આ નવી ફ્લાઈટનો શીડ્યુલ પણ જાહેર કરી દેવાયો છે. રાજકોટથી ઉદયપુરની ફ્લાઈટ સવારે 8.40 કલાકે રાજકોટથી ટેકઓફ થશે અને 9.55 કલાકે ઉદયપુર એરપોર્ટ ઉપર લેન્ડ થશે. રાજકોટથી ઉદયપુરની ફ્લાઈટની ટીકીટ રૂ. 3765 રાખવામાં આવી છે. એવી જ રીતે બીજી નવી ફ્લાઈટ રાજકોટથી ઇન્દોર સવારે 11.55 કલાકે ટેકઓફ થશે અને બપોરે 2 વાગ્યે ઇન્દોર એરપોર્ટ ઉપર લેન્ડ થશે. રાજકોટથી ઇન્દોરની ટિકિટ રૂ. 4390 રખાયું છે. આ બંને નવી ફ્લાઈટ સંભવત રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસર ખાતેથી ઉડાન ભરે તેવી સંભાવના પ્રવર્તી રહી છે.
ઈન્ડીગો દ્વારા રાજકોટથી નવી બે ફ્લાઈટનો શિડ્યુલ જાહેર કરાયો છે. અગાઉ આ બંને ફ્લાઈટ માર્ચ મહિનામાં શરુ થવાની હતી પરંતુ હવે 1મેથી શરુ થઇ રહી છે. રાજકોટ એરપોર્ટથી હાલ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર સહીતના શહેરોમાં એર ફ્રીક્વન્સી ઉપલબ્ધ છે. કેટલાક સમયથી રાજકોટથી ઇન્દોર અને ઉદયપુરની ફ્લાઈટની માગ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.