તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાચારી:હવે તો કંઇક કરો, અમને નાની-મોટી પૂજા કરવાની છૂટ આપવામાં આવે તો સારું

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનમાં ગોરપદુ કરતા યુવાને વ્યક્ત કરી મનોવ્યથા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના કાઉન્સેલિંગ સેન્ટરમાં ગોરપદુ કરતા યુવાનની સમસ્યા આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું એક ગરીબ બ્રાહ્મણ છું. લગ્નવિધિ, પૂજાપાઠ કરાવી એમાંથી જે મળતું હોય એમાં હું મારું ઘર ચલાવતો હતો. હવે અત્યારે બીજા બઘા ધંધા ખોલવાની છૂટ આપી અને અમારા ધંધાનો સમય જતો રહ્યો. હવે એવું સાંભળવા મળ્યું કે, દિવાળી પછી પણ આઠ દિવસ જ લગ્નની તારીખો અપાશે. આ તો અમારી સાથે અન્યાય કહેવાય. કેમ કરીને હું મારા ઘરના લોકોનું ભરણપોષણ કરીશ? મારા ઘરે નાના છોકરાઓ છે એ પણ હવે તો કરગરે છે કંઇક કરો. અમને નાની-મોટી પૂજાપાઠ કરાવવાની છૂટ આપવામાં આવે તો સારું.
શેરીઓ બંધ કરી દીધી, મારે રોજ ઓફિસે જવાનું મોડું થાય છે

 • મને ગાર્ડનનો ખૂબ જ શોખ છે. ફૂલઝાડ ઉગાડવા મને ગમે છે. તેની માવજત કરવી પણ મને ગમે છે. પરંતુ જ્યારથી મે કોરોનાનો વીડિયો જોયો છે અને તેમાં જે વાઇરસ છે તેનાથી મને ખૂબ ડર લાગે છે. અમારા ઘરે કેટલા બધા શો-પીસના છોડ છે જેમાં થોરનું પણ એક કુંડું રાખ્યું છે. હું એ થોરને જોવ છું અને મને એ વીડિયો યાદ આવે છે તો હું ઘણી ભયભીત થઇ જાવ છું. હવે હું એકપણ છોડની માવજત કરતી નથી. મારો રસ હવે વૃક્ષ પરથી ઉડતો જાય છે અને નફરતમાં પરિવર્તન થઇ જતું હોય તેવું લાગે છે. આ કોરોનાના વીડિયોઅે મારું મગજ ફેરવી નાખ્યું છે. બધા છોડ તડકાના બળી ગયા. હું શું કરું આ વિચારું છું તો મને મારી જાત પર ગુસ્સો આવે છે. બધુ ભાંગી તોડી નાખું એમ થાય છે કંઇક મદદ કરો મારી.
 • નોકરિયાત: લોકડાઉન છે એમાં ના નહીં શેરી શું કોઇના બાપની છે તો શેરીઓ બંધ કરી દીધી. આડા લાકડાં નાખી દીધા. એમાંથી બહાર ગાડી કેમ બહાર કાઢવી? શું રોજ કિલોમીટર ચાલીને જવું ? માણસ છે કે નહીં આ બધા? હું ફરિયાદ કરું છું તમે મારી ફરિયાદ સ્વીકારો અને મને ન્યાય અપાવો. આવી ઘણી સમસ્યા છે પણ બધા બીકણા છે સાહેબ. મારે રોજ ઓફિસ જવાનું મોડું થાય. શું કરું? લોકડાઉન ખૂલવાનો સમય આવ્યો ત્યારે બધા શેરીઓ બાંધવા બેઠા. નિવારણ કરો સાહેબ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો