તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નામચીન બૂટલેગર હર્ષદ મહાજનને DCBએ પકડ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂના 28 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
  • અઢી મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો

રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં કુખ્યાત બૂટલેગર હર્ષદ ઉર્ફે મહાજનને પકડવામાં અઢી મહિના બાદ પોલીસને સફળતા મળી હતી. યુનિવર્સિટી વિસ્તારમાંથી અઢી મહિના પૂર્વે મળેલા દારૂના જથ્થામાં હર્ષદ ઉર્ફે મહાજનનું નામ ખુલ્યું હતું, અગાઉ 28 વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો મહાજન 8 વખત પાસાની હવા ખાઇ ચૂક્યો છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા.15 જૂનના બે બાઇકમાંથી પોલીસે 114 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થો નામચીન બૂટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા પાસેથી ખરીદ કર્યાનું ખૂલતા પોલીસે તેની શોધખોળ આદરી હતી. પરંતુ તે હાથ આવતો નહોતો દરમિયાન હર્ષદ ઉર્ફે મહાજન દેવપરા મેઇન રોડ પર હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જેબલિયા સહિતની ટીમ દોડી ગઇ હતી અને તેને ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અંકુર સોસાયટીમાં રહેતો હર્ષદ ઉર્ફે મહાજન માંડલિયા વર્ષોથી દારૂના ગુનામાં સંડોવાયો છે, અગાઉ 28 ગુના તેની સામે પોલીસ દફતરે નોંધાઇ ચૂક્યા છે અને 8 વખત તેને પાસા થઇ હતી. પોલીસે કુખ્યાત બૂટલેગરની સઘન પૂછપરછ શરૂ કરી ક્યાં છૂપાયો હતો તે અંગેની વિગતો બહાર લાવવા કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...