તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કુખ્યાત ભૂપતની પોલીસે વધુ એક ગુનામાં ધરપકડ કરી

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરોડા સમયે પોલીસને શરાબ મળ્યો હતો

પારકી જમીન પચાવી પાડવાના, બળજબરીથી નાણાં પડાવી ધાક-ધમકી આપવા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ભૂપત વિરમ બાબુતર જમીન કૌભાંડમાં જામીન પર છૂટતા જ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી છે.મોરબી રોડ પર અર્જુનપાર્કની કિંમતી જમીન પડાવી લઇ પ્લોટધારકોને ધમકી આપવાના ગુનામાં આરોપી ભૂપત ભરવાડની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન જેલહવાલે થયેલા કુખ્યાત ભૂપત ભરવાડે જમીન કૌભાંડના ગુનામાં જામીન પર છૂટવા અરજી કરી હતી. જે અરજી અદાલતે મંજૂર કરતા ભૂપત જામીન મુક્ત થયો હતો.

જામીન મેળવી બહાર આવેલા ભૂપતની પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી છે. ભૂપત ભરવાડ સામે જમીન કૌભાંડની ફરિયાદો આવતા પોલીસે ધરપકડ કર્યા બાદ તેની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ભૂપતની ઓફિસમાંથી વિદેશી દારૂની બોટલ મળી હતી. જેથી પોલીસે પ્રોહિબિશનનો અલગથી ગુનો નોંધ્યો હતો. જમીન કૌભાંડમાં ભૂપતની ધરપકડ બાદ જેલહવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો