કોરોના ઇફેક્ટ:ત્રણ મેડિકલ સ્ટોરને એન 95 માસ્કના ઊંચા ભાવ વસૂલાતા નોટિસ ફટકારાઈ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંચા ભાવે માસ્ક વેચતા હોવાનું દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેક બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેની સામે કાર્યવાહી કરી છે. વિકાસ ફાર્મસી, વિકાસ મેડિકલ સ્ટોર અને મેડ્ડિઝ મેડિકલ સ્ટોરને નોટિસ આપવામાં આવી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અેસ.એસ.વ્યાસના જણાવ્યાનુસાર પરચેસ બિલ રજૂ ન કરવું, પુરવઠા પત્રક ન નિભાવવું તે સહિતના મુદ્દાને ધ્યાને રાખીને અા પ્રકરણમાં નોટિસ આપવામાં આવી છે. જો ગેરરીતિ જણાશે તો કાયદા મુજબ વેપારીઓના લાઇસન્સ રદ થઇ શકે છે. નોંધનીય છે કે, એન 95 માસ્કના ઊંચા ભાવ વસૂલાતા સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. એ અમદાવાદથી 10 હજાર એન 95 માસ્ક મગાવ્યા છે.જે હવે દરેક મેડિકલ પર રૂપિયા 50માં ઉપલબ્ધ બનશે.

અન્ય સમાચારો પણ છે...