રાજ્યમાં હથિયારના લાઇસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ છતાં હથિયારો રાખનાર પરવાનેદાર સામે પગલા લેવા DGએ આદેશ આપ્યો છે. આથી રાજકોટ શહેરમાં એકથી વધારે હથિયાર રાખનાર પરવાનેદારો સામે નોટિસ જાહેર કરવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આદેશ કર્યો છે. શહેરના તમામ પોલીસ મથકના ઇન્ચાર્જને હથિયાર પરવાનેદારની યાદી બનાવવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ મુદત પૂર્ણ થયે પરવાનેદારોએ હથિયાર જમા કરવું પડશે.
હથિયાર જમા ન કરનાર સામે કાર્યવાહી થશે
હથિયાર પરવાનાનો સમયગાળો પૂર્ણ થયા બાદ તે રિન્યુ કરાવ્યા વગર કબ્જો ગેરકાયદેસર હોય આવી બાબતમાં ગંભીરતા રાખવા ડીજીના આદેશથી રાજકોટમાં એકથી વધારે હથિયારો રાખનાર પરવાનેદારોની યાદી બનાવી છે. લાઇસન્સ પૂર્ણ થયા બાદ હથિયારો જમા ન કરનારને 30 દિવસમાં હથિયારો જમા કરાવવા માટે નોટિસ જાહેર કરવા પોલીસે આદેશ કર્યો છે. જેમાં હથિયારો રિન્યુ કર્યા વગર હથિયાર રાખનાર પરવાનેદારો સમય પૂર્ણ થયો હોવા છતાં હથિયારો જમા કરાવી નહીં આપે તો કાયદેસરની કાર્યવાહી થશે.
જામનગરમાં પણ SOGએ યાદી બનાવી
ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસવડાના આદેશથી રાજકોટ રેન્જ વડાએ પણ કરેલા આદેશથી જામનગરમાં SOGએ યાદી બનાવી કુલ 96 જેટલા હથિયાર પરવાના પૂર્ણ થવા છતાં જમા ન કરાવ્યા હોય તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.