ચોમાસમાં દુર્ઘટના ટાળી શકાશે?:રાજકોટના દાણાપીઠ, મોચી બજાર, સદર સહિતના વિસ્તારોમાં 438 જર્જરિત મિલકત, ખાલી કરવા નોટિસ

રાજકોટ13 દિવસ પહેલા
ધર્મેન્દ્ર રોડ પર જર્જરિત મિલકતો વધારે.
  • મોટાભાગની મિલકતોમાં કોર્ટ કેસ ચાલતા હોવાથી મનપા ડિમોલિશન કરી શકતી નથી

દર વર્ષે ચોમાસામાં જર્જરિત મકાનો પડતા દુર્ઘટના ઘટતી હોય છે. તો સાથે જ દર ચોમાસા પહેલા મહાનગરપાલિકા જર્જરિત ઇમારતોનો સરવે પણ કરાવતી હોય છે. બાદમાં નોટિસ આપી યોગ્ય કાર્યવાહી પણ કરાતી હોય છે. ત્યારે તાજેતરમાં જ મનપાના અધિકારીઓએ નોટિસ આપી દીધી છે. પરંતુ હવે આવી ભયજનક મિલકતો સામે કાર્યવાહી થાય છે કે પછી પાછલા વર્ષોની જેમ માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થશે તે જોવું મહત્વનું રહેશે. મોટાભાગની મિલકતોમાં કોર્ટ કેસ ચાલતા હોવાથી મનપા કાર્યવાહી કરી શકતી નથી. ખાલી નહીં કરનાર અતિ જર્જરિત મિલકતોની મુદ્દત બાદ ડિમોલિશન કરવામાં આવશે.

મકાન માલિકે રિનોવેશન કરવું અથવા મકાન તોડી પાડવું
રાજકોટના જૂના વિસ્તારોમાં અનેક મકાનો અને ઈમારતો જર્જરિત હાલતમાં ઢળી પડવાની કગાર ઉપર ઉભી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત 438 જર્જરિત મિલકતોમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે. જેમાં મકાન માલિકે જર્જરિત મકાનનું રિપેરિંગ કરવું અથવા મકાન તોડી પાડવું તેવું જણાવ્યું હતું. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ મિલકતો તોડી પાડવામાં આવશે તેવું મનપાના સિટી ઇજનેર એચ.એમ.કોટકે જણાવ્યું હતું.

સેન્ટ્રલ ઝોનમાં 183 મિલકતને નોટિસ

વોર્ડ નં.3માં સ્લમ ક્વાર્ટર, દાણાપીઠ, મોચી બજાર, લોહાણાપરા, બેડીપરા વોર્ડ નં.7માં ધર્મેન્દ્ર રોડ, રઘુવીરપરા, બંગડી બજાર, સદર વોર્ડ નં.13માં નવરંગપરા વોર્ડ નં.14માં હાથીખાના, લક્ષ્મીવાડી વોર્ડ નં.17માં આનંદનગર

​​​​​​​​​​​​​વેસ્ટ ઝોનમાં 237 મિલકતને નોટિસ
​​​​​​​
વોર્ડ નં.9માં ટીટોડીયાપરા, ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો
​​​​​​​વોર્ડ નં.10માં ગુજરાત રૂરલ હાઉસિંગ બોર્ડના મકાનો

ઇસ્ટ ઝોનમાં 18 મિલકતને નોટિસ
વોર્ડ નં.6માં આકાશદીપ સોસાયટી
​​​​​​​વોર્ડ નં.4માં બેડીપરા, ભગવતીપરા

સૌથી વધુ વેસ્ટ ઝોનમાં જર્જરિત મિલકત.
સૌથી વધુ વેસ્ટ ઝોનમાં જર્જરિત મિલકત.

દર વર્ષે નોટિસ પણ બાદમાં કોઈ કાર્યવાહી થતી નથી
ચોમાસા પહેલા રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખા દરેક વોર્ડમાં જર્જરિત મિલકતનો વોર્ડ ઇજનેર પાસે સરવે કરાવીને નોટિસ પણ ફટકારે છે બાદમાં બાંધકામ શાખા પોતાની
જવાબદારીમાંથી છટકી જાય છે, પાછલા વર્ષોમાં પણ જર્જરિત મિલકતોને નોટિસ આપ્યાં બાદ ડિમોલીશન ન કરવામાં આવ્યું હોય તેવા અનેક દાખલાઓ છે, ત્યારે ચાલુ વર્ષે 438
મિલકતોને નોટિસ આપવામાં તો આવી છે, પરંતુ નોટિસ સમય પૂર્ણ થયા બાદ મનપા કાર્યવાહી કરે છે કે પછી આંખો બંધ કરી લ્યે છે તે જોવું રહ્યું.

રાજકોટ જિલ્લા પંચાયતની પ્રિ-મોન્સૂનની કામગીરી પૂર્ણ બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતની પ્રિ-મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તમામ તાલુકા પંચાયતમાં કંટ્રોલ રૂન શરૂ કરવામાં આવ્યા છે. TDO, તલાટી મંત્રી સહિતના સરકારી અધિકારી અને કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોનો સરવે કરીને ચેતવણી આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મિલકતોને દૂર કરવા કામગીરી કરાઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં જરૂર જણાય તો સ્થળાંતર માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...