તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ રહેતી તુલજા નામની પરિણીતાએ અમેરિકા રહેતા પતિ બોની પટેલ સાથે 2013માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર દિવસ બાદ પોતાના વિઝાની કાર્યવાહી ન કરી પતિ બોની તેમજ સસરા પ્રવીણભાઇ નારણભાઇ પટેલ, સાસુ જયશ્રીબેન, નણંદ અમીબેન અમેરિકા જતા રહ્યા હતા. આમ લગ્ન બાદ પોતાને તરછોડી કરિયાવર ઓળવી જતા પતિ સહિતના સાસરિયાઓ સામે મહિલા પોલીસમાં ઘરેલુ હિંસા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાસુ જયશ્રીબેનના માતાનું અવસાન થતા તેઓ અમેરિકાથી ઉપલેટા આવ્યા હોવાની પરિણીતાએ બનાવની તપાસ ચલાવી રહેલા મહિલા પીએસઆઇ એન.એસ.સવનિયાએ જયશ્રીબેનની ધરપકડ કરી કસ્ટડીમાં રાખ્યા હતા.
બાદમાં બીજા દિવસે જયશ્રીબેનને અદાલતમાં રજૂ કરતા જયશ્રીબેન પક્ષે રોકાયેલા એડવોકેટે ગેરકાયદેસર અમેરિકન નાગરિકને કસ્ટડીમાં રાખ્યા હોય પોલીસ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અને જયશ્રીબેનને તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી અધિક ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટે જયશ્રીબેનને તુરંત કસ્ટડીમાંથી મુક્ત કરવા આદેશ કર્યો છે અને અધિકારીએ ક્યા કારણથી સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાનું પાલન ન કર્યું તેનો ખુલાસો કરવા અદાલતે હુકમ કર્યો છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.