ખેડૂત આંદોલન:ખેડૂતોને દિલ્હી જતાં રોકી નજરકેદ કરનાર રાજકોટના CPને નોટિસ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને રસ્તામાં જ અટકાવાયા
  • ગુજરાતના એકપણ ખેડૂતે કલમ 144નો ભંગ કર્યો નથી

ગુજરાતના ખેડૂત સંગઠનોના અડધો ડઝન કરતાં વધુ પ્રમુખોને દિલ્હી ખેડૂત આંદોલનમાં જતા રોકવા માટે પોલીસ દ્વારા નજરકેદ કરી દેવાતા હાઈકોર્ટના વકીલ દ્વારા રાજકોટ અને સુરતના પોલીસ કમિશનરને લીગલ નોટિસ ફટકારાઈ છે. તેમાં એવી રજૂઆત કરાઈ છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ 14, 19, 21 મુજબ ખેડૂતો મૂળભૂત અધિકારોનો સરકાર ખુલ્લેઆમ ભંગ કરી રહી છે. તેમની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી શકાય નહિ. પોલીસ કોઈ પણ ખેડૂતના ઘરમાં, ઓફિસમાં ખેતરમાં જઈ શકે નહિ. 8 ડિસેમ્બરે ભારતબંધના એલાન વખતે ખેડૂતોને પોલીસે રોકી રાખ્યા હતા, તે ગેરકાયદે છે. ગુજરાતના એકપણ ખેડૂતે કલમ 144નો ભંગ કર્યો નથી.

જ્યારે આંદોલન કરી રહેલા શિક્ષિત, બુદ્ધિશાળી ખેડૂતો ગુજરાતની પોલીસને સવાલ પૂછ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005, એપેડેમિક ડિસિઝ એક્ટ-1897, ગુજરાત પોલીસ એક્ટ-1951 એકપણ કાયદા હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે, પરતું તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આવો કોઈ ઓર્ડર તેમની પાસે છે? ત્યારે તેમણે માત્ર મૌખિક જવાબ આપ્યો, પણ હુકમ આપ્યો નથી. અટકાયતી અને ધરપકડના પોલીસ પગલાંને માત્ર મોખિક વાતોથી વાજબી ઠેરવવામાં આવે છે.

રીતે ગાંધીનગર અને બીજે બેઠેલા ચૂંટાયેલા નેતાઓ મનસ્વીપણે આવા હુકમો કરે છે અને તેને કારણે પોલીસને ગેરબંધારણીય પગલાં લેવાની ફરજ પડે છે. બીજુ કંઈ નહિ, પણ પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા કરાયેલી ગેરકાયદે પ્રવૃતિ છે. આગામી 20 ડિસેમ્બરે ખેડૂતોને ખોટી રીતે નજરકેદમાં રાખવામાં આવશે તો કાયદેસર પગલા ભરવામાં આવશે. જેથી રાજકોટ અને સુરત પોલીસ કમિશનરને લીગલ નોટિસ ફટકારવાની ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...