તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદમાં રજુઆત:રાજકોટમાં 300થી 350 મકાનધારકોને 10 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ, 200થી વધુ લોકો મામલતદાર પાસે દોડી આવ્યા, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ

રાજકોટ25 દિવસ પહેલા
ચાલુ વરસાદમાં લોકો રજુઆત કરવા આવ્યા.
  • મામલતદારે 300થી 350 ગેરકાયદે બાંધકામ કરેલા મકાનધારકોને નોટિસ પાઠવી છે

રાજકોટના રૈયાધાર પાસે બાપા સીતારામ ગૌશાળા પાસે રહેતા 300થી 350 મકાનોને મામલતદાર દ્વારા 10 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ ફટકારાઈ છે. આથી આજે 200થી વધુલોકો ચાલુ વરસાદે પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા પહોંચ્યા હતા. વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અમે આર્થિક રીતે ખૂબ જ કચડાયેલા લોકો છીએઃ અરજદારો
રજુઆત કરવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે, મજૂરી કામ કરી અમે તથા અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. મામલતદારે 10 દિવસમાં ગેરકાયદેસર કબ્જો, બાંધકામ તથા સ્થળે રાખેલ ચીજવસ્તુઓ અમારા ખર્ચે ખસેડી લેવા નોટિસ ફટકારી છે. અમે અરજદાર ખૂબ જ ગરીબ અને આર્થિક રીતે ખૂબ જ કચડાયેલા લોકો છીએ, હાલ કોરોના કાળ જેવો કપરો સમય ચાલી રહ્યો છે. જ્યારે માનવીય કાળનો કોળિયો બની રહેલો હોય તેમજ કોરોનાકાળની ત્રીજી લહેર હજુ આવાની બાકી હોય તેવા સંજોગોમાં અમારે ક્યાં જાવું.

મોટી સંખ્યામાં મહિલાઓ પણ રજુઆત કરવા આવી પહોંચી હતી.
મોટી સંખ્યામાં મહિલાઓ પણ રજુઆત કરવા આવી પહોંચી હતી.

બે ટંકનું ખાવાનું ભેગુ કરવામાં પણ ફાંફા
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સખત મહેનત મજૂરી કરવા છતાં હાલના સમયમાં પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છીએ. બે ટંકનું ખાવાનું ભેગુ કરવામાં પણ પણ ખૂબ જ મુશ્કેલ છે. આવા કપરા સમયમાં જો અમે ગરીબો અને નિરાધાર લોકોની માથેથી છત આપના આ નિર્ણયથી છીનવાય જાય તો આવા સંજોગોમાં જીવન-નિર્વાહ અને જીવન ચાલાવવું ખૂબ જ મુશ્કેલ બની જાય તેમ છે. નાના ભૂલકાઓ તથા બાળકો કે જેઓ આજુબાજુમાં જ શાળાઓમાં અભ્યાસ માટે જાય છે. જો રાતોરાત અમોને અહીંથી દૂર કરવામાં આવે તો આવા ભૂલકાઓના અભ્યાસને પણ અસર પડે અને ભાવિ અંધકારમય બની જાય તેમ છે.

આ વિસ્તારમાં અમે કાચા બંધકામવાળા મકાનો બનાવ્યું
હાલની અરજી લાવી અરજ કરવાની કે અમો અરજદાર પાસેથી જમીનનો દંડ વસૂલી લઈ, કાયદેસરની માલિકીનો હક્ક આપવા અથવા અમોને કાયમી વૈકલ્પિક વ્યવસ્થા કોઈ સ્થાયી જમીન, મકાન ફાળવવા તથા અમો હાલ જે જગ્યા રૈયા સર્વે નંબર-318 પૈકી તેમજ 519 પૈકીમાં અમોએ કાચા બંધકામવાળા મકાનો બનાવ્યા છે. પરંતુ જો આ જગ્યા અમોને રેગ્યુલાઇજ કરી આપવામાં આવે તો સરકારના નિયમો અનુસાર જે કંઇ પ્રીમિયમની રકમ ભરવાપાત્ર હોય તે પ્રીમિયમ અમો ભરવા માટે સહમત છીએ.