નોટિસ:ચોમાસા પહેલા સલામત સ્ટેજે કામ પહોંચાડવા 250 કોન્ટ્રાક્ટરને નોટિસ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • CC રોડ, ડ્રેનેજ લાઇનના કામો તુરંત શરૂ કરવા આદેશ

રાજકોટમાં જુદા જુદા વિકાસ કામો લોકડાઉનના કારણે બંધ હાલતમાં હતા, પરંતુ હવે લોકડાઉનમાં કામકાજ કરવાની છૂટ આપી દીધી છે અને ચોમાસું નજીક હોવાથી તમામ વિકાસ કામો સલામત સ્ટેજ પર પહોંચાડવા માટે મનપાના ઇજનેરોએ જુદા જુદા વોર્ડમાં ચાલતા સી.સી. રોડ, ડ્રેનેજ કામ, પેવિંગ બ્લોક, પાણીની લાઇન સહિતના કામો વહેલી તકે શરૂ થાય તે માટે નોટિસ આપી છે.

શહેરમાં જુદા જુદા વોર્ડમાં વિકાસ કામો ચાલુ થાય તે માટે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે મંજૂર થયેલા જુદા જુદા વિકાસના કામો બંધ હતા. લોકડાઉન-4માં જુદા જુદા વિકાસ કામો વગેરેને શરતી છૂટછાટ આપવામાં આવી છે. તેથી વિકાસ કામ શરૂ કરવા એજન્સીઓને નોટિસ આપવામાં આવી હતી. જેના પગલે વિકાસ કામો શરૂ થયા છે.

રૈયાધાર રોડ પર પેવિંગ બ્લોક, રૈયાધાર પાસેના રસ્તાનું મેટલિંગ કામ, વોર્ડ નં.8માં આમ્રપાલી ફાટક અન્ડરબ્રિજ અંતર્ગત ડ્રેનેજ લાઇનની શિફ્ટિંગ, સત્યસાંઇ રોડ પર પેવિંગ બ્લોકનું કામ, વોર્ડ નં.11 અને 12માં ગુરુકુળ જતો રોડ સી.સી. બનાવવાના કામ હેઠળ સ્ટોર્મવોટર લાઇનની કામગીરી, શીતલ પાર્કથી જામનગર રોડને જોડતા રોડને ડેવલપ કરવાનું કામ,  નવલનગરમાં પાઇપલાઇનનું કામ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં પેચવર્કના કામ શરૂ કરી દેવાયા છે. વોર્ડ નં.9માં રસ્તાઓ ડેવલપ કરવાનું કામ, ઇસ્ટ ઝોનમાં છપ્પન માળિયા ક્વાર્ટરમાં, મેટલિંગ કામ, વોર્ડ નં.15માં ગંજીવાડા ભાવનગર રોડથી  ચુનારાવાડ પમ્પિંગ સ્ટેશન સુધી ડ્રેનેજ લાઇન, વોર્ડ નં.18માં કોઠારિયા રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પંચનાથમાં ડ્રેનેજનું કામ, મેટલિંગ કામ ટૂંક સમયમાં શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...