તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલમાં ચેકિંગ:વધુ 18 હોસ્પિટલને નોટિસ, શહેરમાં હજુ 500થી વધુ ચેક કરવાની બાકી

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્કૂલ અને ત્યારપછી હોટેલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગની ડ્રાઈવ કરાશે

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ ફાયરબ્રિગેડે તમામ કોવિડ હોસ્પિટલ બાદ હવે નોન કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ શરૂ કર્યા છે જે ગુરુવારે ચાલુ રહેતા વધુ 18 હોસ્પિટલને નોટિસ પાઠવાઈ છે. સમગ્ર શહેરમાં આવેલી હોસ્પિટલમાં ચેકિંગ કરવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. મનપાની ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરના જણાવ્યા અનુસાર હાલ નોન કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ ચાલી રહ્યું છે અને બધાને નોટિસ આપી સૂચન કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં અંદાજિત 500થી 600 એવી હોસ્પિટલ છે જે ક્લિનિક કરતા મોટી છે અને આ તમામમાં ચેકિંગ હાથ ધરાશે તેથી હજુ ઘણી હોસ્પિટલ ચેક કરવાની બાકી છે. હોસ્પિટલમાં ચેકિંગની કામગીરી બાદ શહેરની તમામ સ્કૂલ અને હોટેલ અને રેસ્ટોરન્ટમાં ડ્રાઈવ કરવામાં આવશે. આ રીતે ફાયર શાખાએ શહેરમાં ફાયર એનઓસીની ઝુંબેશ શરૂ કરી દીધી છે.

ફૂડ શાખાનું રેસ્ટોરેન્ટમાં ચેકિંગ, નિયમો સમજાવ્યા
મનપાની ફૂડ શાખાએ પ્રેમમંદિર પાસે સંકલ્પ રેસ્ટોરન્ટ, વિમલનગર મેઇન રોડ પર હરિઓમ ફાસ્ટ ફૂડ, તથા આકાશવાણી ચોક વિસ્તારમાં આવેલ કાકા.કોમ, ઓમસાંઇ રેસ્ટોરન્ટ, ન્યૂ નેશનલ રેસ્ટો., બાપા સીતારામ ગુજરાતી થાળી, ઠાકરધણી રેસ્ટોરન્ટ, જ્યારે યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ માહિસ્મતી રેસ્ટો., કિસ્મત રેસ્ટો., મેગી સેન્ટર, દ્વારકાધીશ હોટેલ, નારણભાઇ ભેળવાળા, આશાપુરા રેસ્ટો., મહાદેવ હોટેલ, લક્કી રેસ્ટો., વિલિયમ જોન્સ પિત્ઝા, મીચીઝ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી કોવિડ અંગેના નિયમો સમજાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો