તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહ રે વાહ:ઉદય અગ્નિકાંડ બાદ તંત્રની 40 ક્લાસીસમાં ફાયરની નોટિસ, NOC નથી લીધું તો શોધીને થશે કાર્યવાહી, 6 કોમર્શિયલ બિલ્ડિંગની સાથે રિન્યૂ ન કરાવનારને નોટિસ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ શહેરમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ મનપાની ફાયર શાખાએ સતત હોસ્પિટલમાં ચેકિંગ શરૂ કર્યા છે, હોસ્પિટલ બાદ ક્લાસીસ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચેકિંગ કરાયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે શહેરના 40 ટ્યૂશન સંચાલકોને ફાયરની નોટિસ અપાઈ છે એટલે કે તક્ષશિલા અગ્નિકાંડ બાદ હવે કોઇપણ બિલ્ડિંગ કે જ્યાં લોકોની સંખ્યા વધુ એકત્ર થાય છે ત્યાં ફાયર એનઓસી માટે કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ગત વર્ષે મે માસમા તક્ષશિલામાં આગ લાગતાં વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ રાજકોટમાં ટ્યૂશન ક્લાસીસ બંધ કરાવાયા હતા અને તમામમાં ફાયર વિભાગે ચેકિંગ કરી જે જે ક્લાસ કે શાળામાં પૂરતા સાધનો ન હોય તો નોટિસ આપી ફાયર એનઓસી માટે સૂચના આપી હતી. થોડા સમય બાદ ફરીથી ક્લાસ શરૂ કરાયા હતા.

આ ઘટનાના આટલા સમય બાદ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં તંત્રને ફરી યાદ આવતા ક્લાસીસ પર ચેકિંગ કરતા 40 સંચાલક પાસે સાધનોની આપૂર્તિ ન હતી તેમજ કેટલાકે રિન્યૂ કરાવ્યું ન હતું તેથી નોટિસ ફટકારાઈ છે એટલે કે ઘટનાને દોઢ વર્ષ વિત્યે પણ ક્લાસીસ સંચાલકોને ફાયર સાધનો વિશે જ્ઞાન લાગ્યું જ નથી તેથી ગત વર્ષે થયેલી તમામ કામગીરીઓ માત્ર કાગળ પર જ રહી હોવાનું સાબિત થયું છે.ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર જણાવે છે કે, હવે માત્ર હોસ્પિટલ તેમજ ક્લાસીસ નહિ જે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે બિલ્ડિંગ જ્યાં લોકો વધુ એકત્ર થાય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. જે સ્થળોએ એનઓસી લીધું જ નહિ હોય તે જગ્યાઓ પહેલા ચેકિંગ કરાશે તેમજ રિન્યૂ ન કરાવનારને ત્યાં પણ સાધનો કામ કરી રહ્યા છે કે કેમ તે જોઈને રિન્યુઅલની પ્રોસિજર શરૂ કરાશે.

સ્થાનિક તંત્ર આ પ્રકારની અન્ય કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે આકરા પગલાઓ લઇ રહ્યું છે. જેમાં તમામ ક્ષેત્રે ફાયર સેફ્ટીના સાધનો અંગેની તપાસ અને તજવીજનો દોર ચાલું કર્યો છે. અને જે કોઇ જગ્યા પર નિયમો મુજબનું કાર્ય હાથ ધરવામાં આવેલું નહોય તો તેને નોટિસ પણ બજવવામાં આવી રહી છે. જેથી આવનારા સમયમાં તમામ લોકોને ફાયર સેફ્ટીના પુરતા સાધનો અને એનઓસી લેવા માટે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો