• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Notice Has Been Issued To The Government To Take Back The Land Of The Royal Family Of Rajkot, Nothing Happened For 6 Years Of Allotment Of Land.

વિવાદ:રાજકોટના રાજવી પરિવારની જમીન પરત લેવા સરકાર મેદાને, જમીન ફાળવણીના 6 વર્ષ સુધી કશું ન થયું હવે નોટિસ નીકળી

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંધાતાસિંહની ફાઇલ તસવીર - Divya Bhaskar
માંધાતાસિંહની ફાઇલ તસવીર
  • માંધાતાસિંહ અને કૌટુંબિક ભત્રીજા વચ્ચે ચાલતા એએલસી કેસના વિવાદમાં તે બંનેને પ્રતિવાદી બનાવી અરજદાર બન્યું તંત્ર

રાજકોટના રાજવી પરિવારમાં જમીન અને વારસાને લઈને ચાલતા વિવાદ પૈકીનો એક વિવાદ એએલસીની જમીનનો છે જેમાં 365 એકર જમીન ફાળવાઈ છે તેમાં રાજવી પરિવારના વારસદારો પૈકી રણશૂરવીરસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા વચ્ચે છ વર્ષ પહેલા જમીનની ફાળવણીમાં વિવાદ થતા મામલો પ્રાંત અધિકારીની કોર્ટમાં આવ્યો હતો. આ મામલે હજુ સુનાવણી થઈ ત્યાં તે જ સમયે સરકાર પણ પક્ષકાર તરીકે જોડાઈ હતી અને તમામ જમીન પરત લેવા કેસ રિમાન્ડ કર્યો હતો જેની સુનાવણી છેક હવે થશે.

રાજવી પરિવારને 365 એકર જમીન ફાળવી હતી
કૃષિ પંચના મામલતદારે રાજવી પરિવારને એએલસીના કેસમાં 2015માં 365 એકર જમીન ફાળવી હતી અને બાકીની ફાજલ જાહેર કરી હતી. 365 એકર જમીન ફાળવાતા રાજવી પરિવારમાં આ જમીનનો ભાગ પાડવાનો હતો તે પૈકી અનિરૂધ્ધસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાના વારસદારોને 5 એકર અપાઈ હતી. આ માટે જણાવ્યું હતું કે, અનિરૂદ્ધસિંહને અગાઉ ભાગમાં એટલી જગ્યા મળી ગઇ છે તેથી 5 એકર આપવા પાત્ર છે. જેને લઇને અનિરૂદ્ધસિંહના વારસદાર રણશૂરવીરસિંહે દાવો દાખલ કર્યો હતો કે, 5 એકર નહીં તેમને પૂરેપૂરા 120 એકરનું યુનિટ મળવાપાત્ર છે.

તમામ જમીન પરત આપવા સરકારમાં દાવો
આ દાવો મામલતદાર સમક્ષ નાખ્યા બાદ તત્કાલીન કલેક્ટરે મામલતદારે ફાળવેલી જમીન જ યોગ્ય ન હોવાનું કહીને અપીલમાં જવા સૂચના આપી હતી તેથી અપીલ કરાઈ હતી. આ અપીલ મુજબ તત્કાલિન મામલતદાર જાડેજાએ જે 365 એકર જમીન ફાળવી છે તે યોગ્ય ન હોવાથી ફાળવણી રદ કરીને તમામ જમીન સરકારને પરત આપવાની થાય છે તેવો દાવો કરાયો હતો. જેથી અત્યાર સુધી સામસામે રહેલા પરિવારજનના તમામ સભ્યોને પ્રતિવાદી બતાવી સરકારી તંત્ર જ વાદી બન્યું છે અને જમીન પરત લેવા કાર્યવાહી શરૂ કરી હતી.

અધિકારીએ રેકર્ડનો અભ્યાસ શરૂ કર્યો
જોકે અપીલ બાદ કોઇ સુનાવણી થઈ ન હતી. છ વર્ષ સુધી એક પણ સુનાવણી ન થતાં રણશૂરવીરસિંહે આ મામલે જાહેરમાં તત્કાલીન મામલતદાર જાડેજા અને વર્તમાન અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. જેના આશરે એક વર્ષે આ કેસ પ્રાંત અધિકારી શહેરી-1ની કોર્ટમાં પ્રગતિ પર આવ્યો છે અને 23મીએ સુનાવણી રાખી છે. હાલ પ્રાંત અધિકારી કેસર ચૌધરીએ તમામ રેકર્ડ મગાવી અભ્યાસ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...