તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ભાજપમાં ભડકો:અનિષ જોષી અને નરેન્દ્ર રાઠોડને ટિકિટ ન મળતા હંગામો, શહેર પ્રમુખને ગાળો ભાંડી, ગેર શિસ્ત બદલ પક્ષમાંથી બન્ને સભ્યો સસ્પેન્ડ

રાજકોટએક મહિનો પહેલા
વોર્ડ નં.14ના પ્રમુખે શહેર પ્રમુખને ગાળો ભાંડી કાર્યાલયથી ચાલતી પકડી હતી.
 • વોર્ડ નં.14ના પ્રમુખે ચાલુ પ્રેસમાં ગાળો ભાંડી કાર્યાલય ખાતેથી ચાલતી પકડી હતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે રાજકોટ મનપામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં સિનિયર અને દાવેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નં.14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી ગાળો ભાંડી હતી. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે કાર્યાલયનો દરવાજો બંધ કરી મીડિયાને અંદર આવવા દીધું નહોતું. વિરોધ કરનાર બે આગેવાનોને શહેર પ્રમખ કમલેશ મિરાણીએ સસ્પેન્ડ કર્યા છે. વોર્ડ નં.14ના પ્રમુખ અનિષ જોશી અને વોર્ડ નં.17ના આગેવાન નરેન્દ્ર રાઠોડને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેરશિસ્ત બદલ શહેર પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.

સ્ટેન્ડિંગ ચેરમેને કાર્યાલયની ઓફિસનો દરવાજો બંધ કરી દીધો અને મીડિયાને અંદર જવા દીધું નહીં.
સ્ટેન્ડિંગ ચેરમેને કાર્યાલયની ઓફિસનો દરવાજો બંધ કરી દીધો અને મીડિયાને અંદર જવા દીધું નહીં.

શહેર પ્રમુખની ચાલુ પ્રેસમાં અનિષ જોશીએ ગાળો ભાંડી
ઉમેદવાર તરીકે નામ ન આવતા અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને ચાલુ પ્રેસ દરમિયાન ગાળો ભાંડી હતી. બાદમાં નારાજ થઇને ભાજપનું કાર્યાલય છોડી જતા રહ્યાં હતા. અનિષ જોશીની નારાજગીથી શહેર પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના દિગ્ગજ નેતાઓ કાર્યાલયની ઓફિસમાં દરવાજો બંધ કરી જતા રહ્યાં હતા. મીડિયાને પણ અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.

ભાજપના દાવેદાર નરેન્દ્ર રાઠોડ નારાજ.
ભાજપના દાવેદાર નરેન્દ્ર રાઠોડ નારાજ.

રાજકોટમાં સિનિયોરિટી મુજબ ટિકિટ આપો નહીંતર શહેર ભાજપ પડી ભાંગશે
ભાજપના દાવેદાર નરેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી મારી રાજકોટ ભાજપમાં ઉપેક્ષા થઇ રહી છે. હું ગઇકાલે પણ ભંડેરી-ભારદ્વાજ અને મીરાણીને મળ્યો હતો. તેમણે મને સિનિયોરિટી મુજબ ટિકિટ આપવાની હા પાડી હતી. છતાં પણ કંઈ થયું નથી. સી.આર.પાટીલને મારી નમ્ર અરજ છે કે, રાજકોટમાં સિનિયોરિટી મુજબ ટિકિટ આપો નહીંતર શહેર ભાજપ પડી ભાંગશે.

પ્રેસ છોડી દિગ્ગજ નેતાઓ ઓફિસમાં જતા રહ્યાં.
પ્રેસ છોડી દિગ્ગજ નેતાઓ ઓફિસમાં જતા રહ્યાં.

આવતીકાલે ભાજપના 72 ઉમેદવારો ફોર્મ ભરશે
આવતીકાલે શુક્રવારે ભાજપના 72 ઉમેદવારો ફોર્મ ભરશે. જેને લઇને શહેરના બહુમાળી ભવન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બહુમાળી ભવન ખાતે ભાજપે રસ્તા વચ્ચે મંડપો બાંધ્યા છે. આથી વાહનચાલકોને સર્કલ ફર્યા વગર જ રોડ ક્રોસ કરવો પડી રહ્યો છે. આ કારણે વાહનચાલકોમાં અકસ્માત વધે તેવો ડર છે. ગઇકાલે જ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. ભાજપે ‘રાજકોટનો કર્યો કાયાકલ્પ, ભાજપનો નથી કોઇ વિકલ્પ’ લખાણ સાથેના બેનરો લગાવી અને કોંગ્રેસના દાવેદારોએ પંજાના નિશાન સાથે વ્યક્તિગત પ્રચાર કરી રહ્યાં છે.

સ્ટેન્ડિંગ ચેરમેન સામે નારાજગી વ્યક્ત કરતા દાવેદાર અનિષ જોશી.
સ્ટેન્ડિંગ ચેરમેન સામે નારાજગી વ્યક્ત કરતા દાવેદાર અનિષ જોશી.

ટિકિટ ન આપી અમારા કડીયા સમાજને અન્યાય કરવામાં આવ્યો છે. - પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવિયા
એક તરફ ભાજપમાં નવા ચહેરાઓને ટિકિટ મળતા તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવિયાને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે, અને નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,ભાજપમાં ટિકિટ આપવામાં મનમાની થઇ રહી છે, પાર્ટી માટે મેં કરેલા કાર્યોની અવગણના કરવામાં આવી છે, પક્ષમાં અન્ય સમાજને પ્રોત્સાહન આપવામાં આવે છે અને અમારા કડીયા સમાજને અન્યાય કરવામાં આવ્યો છે.

શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ બે આગેવાનોને સસ્પેન્ડ કર્યાનો પત્ર
શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ બે આગેવાનોને સસ્પેન્ડ કર્યાનો પત્ર

પાટીલથી નારાજ ભાજપના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી માટે હજી તો ઉમેદવારોના નામ જાહેર થયા એ જ સમયે અસંતોષની લાગણી અનુભવતા વોર્ડ નં. 16માં કાર્યરત ભાજપના 100થી વધુ કાર્યકરો-હોદેદારો કોંગ્રેસમાં જોડાય ગયા છે. જ્યાં ભાજપના પૂર્વ હોદેદાર વિજયસિંહ ચૌહાણની આગેવાનીમાં મહિલાઓ, યુવાનો સહિતના કાર્યકરો જોડાયા છે. જેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં સમાવવામાં આવ્યા હતા. આજે તો માત્ર ઉમેદવારોના નામ જાહેર થયા છે, ત્યાં જ 100થી વધુ કાર્યકરોએ પક્ષપલ્ટો કર્યો છે.

રાજકોટમાં વોર્ડ નં.7ના આમ આદમીના ઉમેદવારોએ ફોર્મ ભર્યુ
રાજકોટમાં વોર્ડ નં.7ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નૈમિષ પાટડિયા, પરેશ શીંગાળા અને જ્યોત્સનાબેન સોલંકીએ કલેક્ટર કચેરીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો