કોરોના રાજકોટ LIVE:શહેરમાં 5 દિવસ બાદ 1 દર્દી પોઝિટિવ, 7 દર્દી સારવાર હેઠળ, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 63700 પર પહોંચી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસહ્ય ગરમીને કારણે ઝાડા-ઊલટીના કેસ વધ્યા

રાજકોટ શહેરમાં સોમવારે એકસાથે ચાર કેસ નોંધાયા બાદ આજે ફરી 1 કેસ નોંધાયો છે. હાલ શહેરમાં 7 દર્દીઓ સારવાર હેઠળ છે અને કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 63701 પર પહોંચી છે.

સારવાર હેઠળ રહેલા તમામ દર્દીની હાલત સ્થિર
આરોગ્ય શાખાએ બે શક્યતા દર્શાવી છે જેમાં એક શક્યતા ફોલ્સ પોઝિટિવની હોઈ શકે અને બીજી શક્યતા એ છે કે જ્યારે બીજીવાર સેમ્પલ લેવાયા ત્યારે ચેપ હળવો થઈ ગયો હોય. જોકે બંને સ્થિતિમાં એક વખત પોઝિટિવ રિપોર્ટ આવતા તેને પોઝિટિવ જ ગણવા પડે. હાલ આ પરિવાર જામનગરમાં છે તેથી સ્થાનિક તંત્રને જાણ કરી દેવાઈ છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સર્જરી માટે 29 વર્ષના યુવાનને દાખલ કરાયો હતો અને સર્જરી પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. હાલ તમામ દર્દીની હાલત સ્થિર છે.

એક અઠવાડિયામાં ઝાડા-ઊલટીના 139 કેસ નોંધાયા
રાજકોટમાં પણ આ વર્ષે ઉનાળાનો આકરો તાપ પડે છે. બપોરે તો કાળઝાળ ગરમીમાં લોકો શેકાય રહ્યા છે ત્યારે છેલ્લા અઠવાડિયામાં ફરી સિઝનલ રોગચાળાના દર્દી વધ્યા હતા. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઊલટીના 139 અને શરદી-ઉધરસના 210 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે સામાન્ય તાવના કેસ 84 કેસ દાખલ થયા હતા. આ ઉપરાંત ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 8, મેલેરિયાના 4 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયો છે.

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન 50 લાખને પાર
હાલ રાજકોટ શહેર તેમજ જિલ્લાના મળીને વેક્સિનના કુલ 53 લાખ 80 હજાર 947 ડોઝ અપાઈ ચૂક્યા છે. રાજકોટ શહેરમાં 14,13,665 પ્રથમ, 12,34,169 બીજો તેમજ 70,236 લોકોને પ્રિકોશન ડોઝ મળીને કુલ 27,18,070 ડોઝ 84 સાઈટ પરથી આપવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 13,39,423ને પ્રથમ, 12,66,235 ને બીજો તેમજ 57,210 લોકોને પ્રિકોશન ડોઝ સાથે કુલ 26,62,877 ડોઝ 120 સેન્ટર પરથી આપવામાં આવ્યા છે.