તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:ઉપલેટાના સંધી કલારિયામાં એક પણ પોઝિટિવ કેસ નહીં

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 750ની વસ્તી ધરાવતા ગામના દરેક લોકો માસ્ક વગર ઘરની બહાર નીકળતા નથી

રાજકોટ જિલ્લાના ઘણા એવા ગામ છે જેને કોરોનાને પ્રવેશવા દીધો ન હોઈ, ત્યારે ઉપલેટાના સંધી કલારિયા ગામ કે જે 750ની વસ્તી ધરાવે છે અને તમામ લઘુમતી સમાજના લોકો છે. ગામના સરપંચ અબાભાઈ ખેબરે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગામના દરેક લોકો માસ્ક પહેર્યા વગર બહાર પણ નીકળતા નથી.

સવાર અને સાંજના 2 કલાક જ તમામ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. ગત માર્ચ મહિનાથી એક પણ કેસ ગામમાં જોવા મળ્યો નથી. બીજી તરફ ગામ પાનેલી પીએચસી હેઠળ આવતા જે લોકોને નજીવી તકલીફની અનુભૂતિ થાય તો તેઓ ત્યાં જઈ પોતાનો ઉપચાર કરાવે છે. દરેક ગામના લોકોને માસ્કની સાથે સેનિટાઈઝરની બોટલ પણ આપવામાં આવે છે. જેથી તેઓ સેનિટાઈઝ થઇ શકે.

બીજી તરફ સરપંચે જણાવ્યું હતું કે, આજ સુધી ગામના એક પણ વ્યક્તિએ વેક્સિન લીધી નથી અને સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી કે, લોકોએ કામ વગર કોઈના ઘરે બેસવાનું પણ નહિ. એવી જ રીતે હાલ કોઈ પણ તહેવાર ઉજવવામાં નહિ આવે અને જો ઉજવાય તો ઘરે જ ઉજવણી કરવાની રહેશે. ત્યારે ગામના લોકોને જે જરૂરિયાત ઊભી થાય તે માટેની વ્યવસ્થા નિર્ધારિત કરેલા લોકો દ્વારા પહોંચાડવામાં આવે છે. સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે બહારથી આવતા ફેરિયાઓને પણ પ્રતિબંધિત કરાયા છે. અંતમાં તેઓએ કહ્યું કે, લોકો રસીકરણ અભિયાનમાં પણ જોડાશે.

અન્ય સમાચારો પણ છે...