તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાકાળ:વીરડા વાજડીમાં એક પણ વ્યક્તિનું કોવિડથી મોત નથી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાત પ્રવેશદ્વારમાંથી માત્ર એક જ ખુલ્લો છે

કોરોનાકાળમાં ઘણા એવા ગામો છે જેને કોરોના પણ સ્પર્શી નથી શક્યો, જેનો સંપૂર્ણ શ્રેય ગામના લોકો અને તેના આગેવાનોના શિરે જાય છે. ત્યારે મારું ગામ કોરોના મુક્ત ગામ હેઠળ વીરડા વાજડી ખાતે છેલ્લા દોઢ વર્ષમાં એક પણ વ્યક્તિનું કોવિડથી મૃત્યુ થયું નથી, જે સૂચવે છે કે, લોકો ખૂબજ જાગૃત છે અને પોતાને અને ગામના લોકોને સ્વસ્થ રાખવા માટે તમામ તકેદારી રાખે છે.

આ મુદ્દાને લઇ ગામના ઉપસરપંચ દિલીપ હુંબલે જણાવ્યું હતું કે, વીરડા વાજડી ગામમાં પ્રવેશ કરવા માટે 7 પ્રવેશદ્વાર છે, પરંતુ જ્યારથી પ્રથમ લોકડાઉન લાગ્યું તે સમયથી 6 પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે, અને એક મુખ્ય દ્વાર જ ખુલ્લો રખાયો છે, જ્યાં સિક્યુરિટી પણ બેસે છે. જેથી કોઈ પણ વ્યક્તિ કામ વગર ગામ બહાર અવર-જવર ન કરી શકે.

બીજી તરફ દરરોજ કરિયાણાની દુકાન સાંજના 6 થી 8 દરમિયાન ખુલ્લી રાખવામાં આવે છે. જે લોકો બહાર કામ કરતા હોય તો તે પણ અન્ય જરૂરિયાતની વસ્તુનો જથ્થો લઇ આવતા હોય છે. બીજી તરફ અવર-જવર કરતા લોકો પણ પોતાની જાતને સેનિટાઈઝ કરી ગામમાં પ્રવેશે છે.

અન્ય સમાચારો પણ છે...