તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ શહેરમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં સંક્રમણ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો અમલમાં મૂક્યા છે. રાત્રીના નવ વાગ્યાથી કર્ફ્યૂ લાગી જાય છે ત્યારે આ વખતે શહેરમાં એકપણ સ્થળે થર્ટી ફર્સ્ટનું આયોજન થવાનું નથી, શહેરની બહાર જિલ્લા વિસ્તારમાં આવતા પાર્ટી પ્લોટ અને ફાર્મહાઉસ પર જિલ્લા પોલીસની વોચ રહેશે અને શહેરને જોડતા તમામ માર્ગો પર ચેકપોસ્ટ ઊભી કરી લોકોને ચેક કરવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે અગાઉથી જ કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે, જે મુજબ ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે, રાત્રીના નવથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી છે, લગ્ન કે અન્ય કોઇપણ સમારોહમાં 200 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે તેમજ જે સ્થળે અગાઉથી મંજૂરી લઇને આયોજન કરવાનું હોય તે સ્થળે લોકોના એકઠા થવાની ક્ષમતા કરતા 50 ટકા લોકો જ હાજર રાખી શકાશે. કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ કે નવા વર્ષને વધાવવા માટે આયોજન કરવા માટે હજુ સુધી કોઇએ પણ અરજી કરી નથી, અને આ વર્ષે આવા આયોજન ન થાય તે હિતાવહ છે.
શહેરમાં મંજૂરી વગર કે છાનેખૂણે કોઇ આયોજન થશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. શહેરમાં આવેલા ફાર્મહાઉસ કે પાર્ટી પ્લોટમાં પણ પોલીસની વોચ રહેશે. રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં રાત્રીના નવ વાગ્યાથી કર્ફ્યૂ છે આવા સંજોગોમાં શહેરીજનો પોલીસ કમિશનરેટ વિસ્તારની બહાર રાજકોટ જિલ્લા વિસ્તારમાં ફાર્મહાઉસ કે પાર્ટી પ્લોટમાં આયોજન કરશે તો તેના પર જિલ્લા પોલીસની વોચ રહેશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.