તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે એક પણ કેસ નોંધાયો નહીં, પોઝિટિવ રેટ 3.16% નોંધાયો, અત્યાર સુધીમાં 13,55,493 લોકોના ટેસ્ટ કરાયા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આજે 29 સેશન સાઈટ પર કોવિશીલ્ડનો પ્રથમ, 2 પર કોવેક્સિનનો બીજો ડોઝ અને 3 પર કોવિશીલ્ડનો બીજો ડોઝ અપાય છે

રાજકોટ કોરોનામુક્ત તરફ આગળ વધી રહ્યું છે. શહેરમાં આજે એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42812 પર પહોંચી છે. રિકવરી રેટ 98.91 ટકા અને પોઝિટિવ રેટ 3.16 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં શહેરમાં 13,55,493 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજે વેક્સિનેશનની કામગીરી
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરીમાં આજે 29 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે. તેમજ 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે. તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

ગઇકાલે 9822 નાગરિકોએ રસી લીધી હતી
રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 7241 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2581 સહિત કુલ 9822 નાગરિકોએ રસી લીધી છે. બે દિવસ પહેલાં ગોંડલનાં મોવિયામાં એક મહિલા કોરોના પોઝિટીવ થયાં છે. કોરોનાની બીજી લહેરમાં એપ્રિલમાં જ સાડા ચારસો લોકો કોરોનાનાં ખપ્પરમાં હોમાયાં હતાં. ગોંડલમાં તંત્ર દ્વારા રસીકરણ વેગવંતુ બનાવાયું હોવાં છતાં હજુ અંદાજે પંદર હજાર લોકોએ રસીનો પ્રથમ ડોઝ કોઈ કારણોસર મૂકાવ્યો નથી.

આજે 29 સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવે છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ- ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) નાનામવા આરોગ્ય કેન્દ્ર
7) મવડી આરોગ્ય કેન્દ્ર
8) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.28, વિજય પ્લોટ
10) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
11) સદર આરોગ્ય કેન્દ્ર
12) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
13) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
14) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
15) કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
16) શાળા નં.20 બી, નારાયણનગર
17) જંક્શન આરોગ્ય કેન્દ્ર
18) માધાપર આરોગ્ય કેન્દ્ર
19) રેલ્વે હોસ્પિટલ
20) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
21) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
22) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
23) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
24) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
25) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
26) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
27) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
28) તાલુકા શાળા (BRC) ભવન
29) મોટા મવા ગ્રામ પંચાયત

2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો બીજો ડોઝ આપવામાં આવે છે
1) શાળા નં.47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

3 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવે છે
1) વેસ્ટ ઝોન ઓફિસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફિસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક

અન્ય સમાચારો પણ છે...