કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં એક પણ કેસ નહીં, એક્ટિવ કેસની સંખ્યા 15, વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા મોડી રાત સુધી રસીકરણની કામગીરી

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • જિલ્લાના 50 જેટલા ગામો હજુ 100 ટકા વેક્સિનેશનથી દૂર

રાજકોટમાં આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. ગઇકાલે પણ એક પણ કેસ શહેરમાં નોંધાયો નહોતો. આથી કુલ કેસની સંખ્યા 42867 પર પહોંચી છે. હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 15 છે. વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મોડી રાત સુધી રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લાના 50 જેટલા ગામોમાં 100 ટકા વેક્સિનેશન બાકી
રાજકોટ જિલ્લાના તમામ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા તંત્ર એલર્ટ થયું છે. નગરપાલિકાના સિટી વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગ દ્વારા વધુ 70 ટીમનો વધારો કરવામાં આવ્યો છે. જિલ્લાના 50 જેટલા ગામો હજુ 100 ટકા વેક્સિનેશન થવામાં બાકી છે. લાંબા સમયથી વેક્સિનેશન છતાં લોકો પહેલો ડોઝ લેવામાં પણ બાકી છે.રસીનો પૂરતો જથ્થો હોવા હોવા છતાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી.

વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા રાત્રે રસીકરણ
ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બાકી રહેલા ગામો માટે વધારાની આરોગ્ય ટીમો કામે લાગી છે. જેના થકી હાઉસ ટુ હાઉસ, વાડી વિસ્તારમાં જઈને તેમજ દિવ્યાંગ કે અશક્ત લોકોને વેક્સિન આપવાની કામગીરી કરાઇ રહી છે. છાસિયા, મોવિયા, મેવાસા સહિતના ગામમાં રાત સુધી વેક્સિનેશન ચાલુ રખાયું છે. જ્યારે ધોરાજી નગરપાલિકા, જેતપુર નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા સહિતની ન.પા.માં વધુ 70 ટીમ ફાળવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...