તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બિનઅનામત વર્ગનું લોન પોર્ટલ બંધ, બેંકમાંથી લોન લેવા વિદ્યાર્થી મજબૂર

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર બાદ પોર્ટલ ખુલ્યું જ નહીં, વાલીને 4%ની સરકારી લોન નહીં મળતા 10.5%ની ખાનગી લોન લેવી પડી

સરકાર દ્વારા ધોરણ 12 પછી વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 4 ટકાના સાદા વ્યાજે લોન આપવાની વિદેશ અભ્યાસ લોન યોજના અમલી કરી છે. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આ લોન માટેની અરજીઓ સ્વીકારવામાં આવે છે અને ડોક્યુમેન્ટ ચકાસણી કર્યા બાદ લોનની રકમ મંજૂર કરવામાં આવે છે પરંતુ છેલ્લે છ માસથી આ લોન માટે રજિસ્ટ્રેશન કરવાનું પોર્ટલ ખુલ્યું નહીં હોવાને કારણે વિદેશ અભ્યાસ કરવા માંગતા અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી પડી રહી છે. કેટલાક લોકોએ નાછૂટકે સરકારી યોજનાનું પોર્ટલ બંધ હોવાને કારણે ખાનગી બેંકોમાંથી 10.5 ટકાના ઊંચા દરની લોન લેવા મજબુર બને છે.

આ અંગે ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ રાજકોટ જીલ્લાના મેનેજર ડી.એન આરદેશણા જણાવે છે કે વિદેશ અભ્યાસ લોન યોજનાનું રજીસ્ટ્રેશન કરવા માટેનું પોર્ટલ વર્ષમાં વે વખત ખુલે છે. તે સમય દરમિયાન લોકોએ અરજી કરવાની રહે છે પરંતુ હાલ કોરોના મહામારીને કારણે અને ફોરેન કન્ટ્રીમાંથી પણ વિદ્યાર્થીઓને ઓફર લેટર નહીં મળતા હોવાથી ઉપરાંત વિઝા સર્વિસ પણ બંધ હોવાને કારણે જાન્યુઆરીથી પોર્ટલ બંધ છે.

કિસ્સો: પુત્રને અભ્યાસ માટે કેનેડા મોકલવા ખાનગી બેંકમાંથી ઊંચા દરે લોન લીધી
રાજકોટના જ એક વાલીએ જણાવ્યું હતું કે દીકરાને ઈલેક્ટ્રિકલ એન્જિનીયરીંગ કરવા માટે કેનેડા મોકલવાનો છે અને તેના માટે અમે વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ લેવા માંગતા હતા પરંતુ છેલ્લા છ માસથી પોર્ટલ ખુલ્યું ન નથી જેના કારણે અમે રજિસ્ટ્રેશન કરાવી શક્યા નહીં. સરકારી યોજનાની 4 ટકાની લોન નહીં મળી શકવાને કારણે અમારે નાછુટકે ખાનગી બેંકમાંથી 10.5 ટકાની લોન લેવી પડી.

અન્ય સમાચારો પણ છે...