કલાકાર ક્યારેય હારતો નથી:નવરાત્રી ન યોજાતા સિંગર-ઓરકેસ્ટ્રાના કલાકારોએ ઈડલી, સોપારી, શાકભાજી, કપડાં અને વોલ પેઈન્ટિંગનો વ્યવસાય શરૂ કરી દીધો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીમાં રિધમિસ્ટ હતો, ઈડલીનો ધંધો શરૂ કર્યો - Divya Bhaskar
નવરાત્રીમાં રિધમિસ્ટ હતો, ઈડલીનો ધંધો શરૂ કર્યો
  • નવરાત્રી, જાજરમાન લગ્નોત્સવ, થિયેટર શો, મોટા જાહેર કાર્યક્રમો યોજવા પર પાબંધી, છતાં રાજકોટના કલાકારો હાર્યા નહીં અને બીજા વ્યવસાયમાં સેટ થયા

નવરાત્રીમાં રિધમિસ્ટ હતો, ઈડલીનો ધંધો શરૂ કર્યો
નવરાત્રીમાં અમે બંને ભાઈઓ રિધમિસ્ટ તરીકે કામ કરતા હતા, લોકડાઉન અને અનલોકમાં પણ મ્યુઝિકના જાહેર કાર્યક્રમો ઉપર પાબંધી લગાવી દેતા અમારે આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હતો તેથી હાર ન માની ભાઈ વેંકટ ઐયર સાથે ભલે નાનો તો નાનો ઈડલીનો ધંધો શરૂ કર્યો છે. - કલ્યાણભાઈ ઐયર, રિધમિસ્ટ

પ્રોફેશનલ સિંગર છું, સોપારીનો બિઝનેસ શરૂ કર્યો

હું પ્રોફેશનલ સિંગર છું. કિશોર કુમારના 150 ગીતો સતત 15 કલાક સુધી હેમુ ગઢવી હોલમાં ગાઈને રેકોર્ડ સર્જ્યો છે. પરંતુ હાલ એ બધું બંધ થતા ઘેર બેસવા કરતા મેં નાનો-મોટો વ્યવસાય કરવાનું નક્કી કર્યું અને સોપારી, તમાકુ, ચૂનો બધું હોલસેલમાં વેચવાનું શરૂ કર્યું છે. - શ્રીકાંત નાયર, પ્રોફેશનલ સિંગર

ઓર્ગેનાઈઝર છું, શાકભાજીની ડિલિવરી શરૂ કરી

હું પોતે ઓર્ગેનાઈઝર અને સિંગર પણ છું. આફ્રિકા, દુબઈ, મસ્કત સહિતના દેશોમાં ટીમ લઈને શો કરી આવ્યા છીએ, પરંતુ લોકડાઉન થતા ધંધો બંધ થયો. હાલ મેં શાકભાજીની હોમ ડિલિવરી કરવાનો બિઝનેસ શરૂ કર્યો છે અને એક મહિનામાં 400થી વધુ ગ્રાહકો જોડ્યા છે. - મૌલિક ગજ્જર, ઓર્ગેનાઈઝર-સિંગર

નવરાત્રીનો ગાયક છું, હાલ રેડીમેડ કપડાં વેચું છું

વર્ષોથી પ્રોફેશનલ સિંગર છું અને એના ઉપર જ ઘર ચાલે છે. નવરાત્રીમાં ગાઉં છું, પરંતુ કોરોનામાં આવક બંધ થઇ ગઈ. ત્યારબાદ હવે મેં લેડિઝના રેડીમેડ ગાર્મેન્ટ વેચવાનું શરૂ કર્યું છે. અનલોક થયું ત્યારથી તૈયાર કપડાંની દુકાન નાખી છે, થોડા પૈસા રોકી-થોડા ઉધારીમાં શરૂ કર્યું છે. - પ્રદીપભાઈ ઠક્કર, સિંગર

અન્ય સમાચારો પણ છે...