મુશ્કેલી:કોરોના બાદ લોકલ ટ્રેનમાં ભાડા દરમાં ઘટાડો નહિ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટફોર્મ નં. 1 પર સ્ટોપેજ ન મળતા મુસાફરોને મુશ્કેલી

કોરોનાને કારણે લોકલ ટ્રેનમાં ભાડા વધારવામાં આવ્યા હતા. કોરોના પૂરો થયા પછી હવે લોકલ ટ્રેન વ્યવહાર પૂર્વવત થયા બાદ પણ તેના ભાડામાં કોઈ ઘટાડો કરવામાં નહિ આવ્યો હોવાનું ડીઆરયુસીસીના મેમ્બરે જણાવ્યું છે. વધુમાં તેના જણાવ્યાનુસાર પ્લેટફોર્મ નંબર 1 પર ડાઉન ટ્રેનને સ્ટોપેજ નહિ મળતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. આ સુવિધા શરૂ કરવા માટે પણ માગણી ઉઠાવી છે.

ડી.આર.યુ. સી.સી.ના સભ્ય રમાબેન માવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનની કોરોના-19ના સમય દરમિયાન બંધ થયેલ 7 ટ્રેન રેલવે અને પેસેન્જર્સની સુવિધા માટે શરૂ કરવી જોઇએ. કોવિડ-19 દરમિયાન એસી કોચમાં બેડ રોલ અને ભોજન આપવાનું બંધ કર્યું હતું. અત્યારે બેડ રોલની સુવિધા નહિ મળતા અનેક મુસાફરો પોતાના ઘરેથી બેડ રોલ લઈને જાય છે.

તેમજ કોરોના પહેલા લોકલ ટ્રેનમાં મિનિમમ દર રૂ.10 વસૂલ કરવામાં આવતા હતા. કોરોનાને કારણે આ ભાડામાં વધારો કરીને રૂ.30 કરવામાં આવ્યો છે કોરોનાની ત્રીજી લહેર પૂરી થયા બાદ પણ હજુ આ ટ્રેનમાં ભાડા ઘટાડવામાં આવ્યા નથી. હવે આ ટ્રેનના ભાડામાં ઘટાડો કરવો જોઈએ. તાજેતરમાં શરૂ કરાયેલ એસ્કેલેટર -લિફ્ટ ટ્રેનના આવન-જાવન સમયે બંધ રહે છે.

અન્ય સમાચારો પણ છે...