તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોને રાહત:બીજા રાજ્યમાં વાહન લઈ જવા રિ-રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું, ટેક્સ પણ બે-બે વર્ષનો વસૂલવા પ્રસ્તાવ

કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે એકથી બીજા રાજ્યમાં શિફ્ટ થનારા કર્મચારીઓને વાહનોના પુનઃરજિસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી છુટકારો અપાવવા અને તેની સાથે જોડાયેલા નિયમોને સરળ બનાવવા માટે નવી વ્યવસ્થાની ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરી છે. મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશન પ્રમાણે, એવા વાહનો માટે ‘આઈએન સિરીઝ’ની જોગવાઈ કરવામાં આવી છે. જોકે આ વ્યવસ્થાનું હાલ પાઇલટ પ્રોજેક્ટ તરીકે પ્રયોગ કરવામાં આવશે. આ અંતર્ગત એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં ટ્રાન્સફરવાળા કર્મચારીઓના વાહનોના રજિસ્ટ્રેશનમાં ‘આઈએન સિરીઝ’ના ઉપયોગનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આવા વાહનો પાસેથી મોટર વ્હિકલ ટેક્સ 2 વર્ષ માટે કે 2 વર્ષના મલ્ટિપ્લિકેશનમાં લેવામાં આવશે. આ વ્યવસ્થાના લાગુ થવા પર લોકો કોઈ મુશ્કેલી વિના સરળતાથી એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં પોતાના વાહનોને ચલાવી શકશે. આ માટે લોકોને 12 મહિનાનો સમય આપવામાં આવે છે. આવા લોકોએ સૌથી પહેલા જ્યાંથી ગાડી રજિસ્ટર છે, ત્યાંથી એનઓસી મેળવવું પડે છે. આ પછી, નવા રાજ્યમાં માર્ગ ટેક્સ ભરવો પડે છે. તે પછી, જ્યાં પ્રથમ વખત ગાડીની નોંધણી થઈ હતી, ત્યાં માર્ગ ટેક્સ રિફંડ માટેની અરજી કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...