યુનિવર્સિટીને અધિકારી મળતા નથી:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ નિયામકનો ચાર્જ કોઈએ ન લીધો, રજિસ્ટ્રારને અપાયો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડૉ. સોનીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા શા.શિ. વિભાગનો ચાર્જ સ્વીકારવા નિલેશ સોનીનો ઇનકાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ટોચના પદ ઇન્ચાર્જ અધિકારીથી ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણે અધિકારીઓ મળતા જ ન હોય એમ એક પછી એક પદ ખાલી પડતા જાય છે અને ત્યાં ઇન્ચાર્જ અધિકારીના ભરોસે ગાડું ગબડાવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના વડા ડૉ. જતીન સોનીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેતા તેમની ખાલી પડેલી જગ્યાએ ઇન્ચાર્જ પરીક્ષા નિયામક નિલેશ સોનીને ચાર્જ અપાયો હતો પરંતુ તેમણે ચાર્જ સ્વીકારવા ઇનકાર કરી દેતા આખરે રજિસ્ટ્રારને ચાર્જ અપાયો છે. યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ ન નિમાય ત્યાં સુધી કુલપતિ તરીકેની જવાબદારી ડૉ. ભીમાણીને સોંપી છે. બીજી બાજુ અગાઉ રજિસ્ટ્રાર પદ પરથી નિલેશ સોનીએ પણ રાજીનામું ધરી દેતા હાલ અમિત પારેખને ચાર્જ અપાયો છે ત્યારે રજિસ્ટ્રાર પણ ઇન્ચાર્જ છે.

પરીક્ષા નિયામક તરીકે પણ નિલેશ સોની ઇન્ચાર્જ છે અને હવે શારીરિક શિક્ષણ નિયામક ડૉ. જતીન સોનીએ પણ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેતા તેમની ખાલી પડેલી જગ્યાએ નિલેશ સોનીને ચાર્જ અપાયો હતો પરંતુ તેમણે ચાર્જ સ્વીકારવા ઇનકાર કરી દેતા અન્ય કોઈપણ અધિકારી શારીરિક શિક્ષણ નિયામકનો ચાર્જ સ્વીકારવા તૈયાર નથી. આખરે શારીરિક શિક્ષણ નિયામકનો ચાર્જ હાલ રજિસ્ટ્રાર પાસે છે. અગાઉ નિલેશ સોની લાઇબ્રેરીયન હતા પરંતુ તેમની પાસે રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકનો પણ ચાર્જ હોવાથી કામના ભારણને લીધે તેમણે રજિસ્ટ્રાર પદેથી રાજીનામું આપી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...