‘પગથી વિકલાંગ છું મનથી મજબૂત છું’:રાજકોટની વિકલાંગ યુવતીને કોઈએ નોકરી ન આપી, હવે રોજ 6 કલાક કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં ઉપલાકાંઠે રહેતી યુવતી બન્ને પગે હેન્ડિકેપ છે. નબળી આર્થિક પરિસ્થિતિ અને શારીરિક ખામી હોવાને કારણે તેને અભ્યાસથી લઈને નોકરી મેળવવામાં અનેક સંઘર્ષ કરવો પડ્યો. આમ છતાં તેઓ ક્યારેય મનથી હાર્યા નહિ. અત્યારે તેઓ હેન્ડિકેપ હોવા છતાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે.

હાલમાં પીએચડીનો અભ્યાસ કરે છે અને તેને ખુદનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા છે. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તે પોતાની કોલેજ ફી ભરવા માટે સક્ષમ હતા નહિ. જોબ માટે ઈન્ટરવ્યૂ આપવા જતા ત્યારે તેની સ્થિતિ જોઇને જ બધા તેને ના પાડી દેતા હતા. લોકોને મદદરૂપ બની શકાય અને પોતે પગભર થાય તે માટે તેને સરકારી ઓફિસ બહાર ફોર્મ નજીવા દરે ભરવાનું ચાલુ કર્યું છે.

પરિવારમાં ત્રણ સભ્ય HIVના દર્દી છે
યુવતીના પરિવારમાં માતા-પિતા, ચાર ભાઈ, એક ભાભી, એક ભત્રીજો અને એક ભત્રીજી અને એક ખુદ પોતે એમ કુલ 10 લોકો રહે છે. જેમાં મોટાભાઈ, ભાભી અને ભત્રીજીને એચ.આઇ.વી છે. જ્યારે પિતા સાડીના કારખાનામાં કામ કરે છે, પરંતુ પિતા અને મોટાભાઈને અમુક કુટેવ છે. નાનોભાઈ રિક્ષા ચલાવે છે અને એક અન્ય ભાઈ મજૂરીકામ કરે છે. યુવતી રોજના 200 રૂપિયા કમાઈ છે અને તેમાંથી તે પરિવારને મદદરૂપ બને છે અને સાથે-સાથે પોતાનો અભ્યાસ ખર્ચ પણ કાઢે છે. યુવતીને તેના નાનાભાઈ તરફથી સૌથી વધુ સપોર્ટ મળે છે.

અન્ય સમાચારો પણ છે...