• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • No New Anganwadis Have Been Built In 7 Years, 782 Centers Don't Even Have Drinking Water, Hidden Order To Investigate Before Elections Become An Issue

ગુજરાતની આંગણવાડીમાં લાલિયાવાડી:7 વર્ષમાં નવી આંગણવાડી બની જ નથી, 782 કેન્દ્રમાં પીવાનું પાણી પણ નથી, ચૂંટણી ટાણે મુદ્દો બને તે પહેલા તપાસ કરવા છુપો આદેશ

રાજકોટ22 દિવસ પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
પાણી વગરની આંગણવાડીઓનું લિસ્ટ મૂકી સ્થળ તપાસ કરવા અધિકારીએ મેસેજ મૂક્યો, ભાસ્કરે તે લિસ્ટ અને મેસેજ મેળવી લેતા બહાર આવ્યું પ્રકરણ. - Divya Bhaskar
પાણી વગરની આંગણવાડીઓનું લિસ્ટ મૂકી સ્થળ તપાસ કરવા અધિકારીએ મેસેજ મૂક્યો, ભાસ્કરે તે લિસ્ટ અને મેસેજ મેળવી લેતા બહાર આવ્યું પ્રકરણ.
  • સૌરાષ્ટ્રના જિલ્લાઓની હાલત સૌથી વધુ કથળેલી, જૂના કેન્દ્રોમાં રિનોવેશન કરીને નવું નંદઘર બનાવ્યાના દાવા
  • દ્વારકા, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પાટણ અને અરવલ્લીમાં બાળકો માટે પાણીનો પોકાર
  • પીવાના પાણીની સુવિધા ન હોય તેવા કેન્દ્રોનું લિસ્ટ બનાવીને પા.પુ. બોર્ડના અધિકારીઓને મેસેજ કરી દોડાવાયા

રાજ્યમાં બાળકો માટે આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને જેમ જેમ વસતી વધે અને શહેરી વિસ્તારમાં વધારો થાય છે તેમ તેમ કેન્દ્રો પણ બનાવાઈ રહ્યાં છે તેવો દાવો કરાયો છે પણ હકીકતે છેલ્લા 7 વર્ષમાં એકપણ નવું કેન્દ્ર મંજૂર થયું નથી. તંત્ર જૂના આંગણવાડી કેન્દ્રોને રિનોવેટ કરી અથવા તો સ્થળાંતર કરીને નવા બનાવ્યાનો સંતોષ માની રહ્યું છે પણ આંક વધારતું નથી. બીજી તરફ જો નવા કેન્દ્રો નથી બનાવ્યા, તો જેટલા છે તેમાં પૂરતી વ્યવસ્થાની પણ દરકાર લેવાઈ નથી. વાસ્તવિકતા એ છે કે, 782 કેન્દ્રમાં પીવા માટે પૂરતું પાણી પણ નથી.

782 આંગણવાડી કેન્દ્રોમાં પીવાના પાણીની સમસ્યા
આઈસીડીએસના બજેટ અનુસાર 2015-16માં 53029 આંગણવાડી કેન્દ્ર હતા અને હજુ સુધી તેટલા જ છે તેમાં એકપણનો વધારો થયો નથી બીજી તરફ 782 કેન્દ્રમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી બાળકો પોતાના ઘરેથી પાણી લઈ આવી રહ્યાં છે અને આંગણવાડી કાર્યકરો પણ અન્ય સ્થળોએથી માટલાં ભરીને કામ ચલાવી રહ્યાં છે.

જિલ્લાઓમાં પણ પાણી વગરના તંત્રની પોલ ખુલી
હાલ ચૂંટણીનો માહોલ છે અને પીવાના પાણી, રમકડાં કે અન્ય બાબતોને લઈને મુદ્દો ન બને તે માટે તંત્રએ પાણી વિહોણા કેન્દ્રનું લિસ્ટ બનાવ્યું છે અને ત્યાં તુરંત જ પહોંચીને પાણીની શું વ્યવસ્થા છે અને શું કરી શકાય તે જાણીને તૈયારી કરવા માટે આદેશ આવ્યો છે. આ માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને મેસેજ કરાયા છે. જે યાદી આપી છે તેમાં આરોગ્ય કેન્દ્રોના નામ લખ્યા છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રની સ્થિતિ કથળેલી છે જેમાં દ્વારકા, ગીર સોમનાથ, જામનગરનો સમાવેશ થાય છે. આ સિવાયના જિલ્લાઓમાં પણ પાણી વગરના તંત્રની પોલ છતી થઈ છે.

ક્યા જિલ્લામાં કેટલી આંગણવાડીમાં નથી પીવાના પાણીની સુવિધા

જિલ્લોઆંગણવાડી
ગીર સોમનાથ124
અમરેલી47
દ્વારકા37
જામનગર29
મોરબી1
ભાવનગર75
અરવલ્લી102
ભરૂચ77
છોટાઉદેપુર44
દાહોદ78
મહીસાગર68
અમદાવાદ2
નર્મદા40
નવસારી6
પંચમહાલ18
પાટણ34
કુલ782

9866 આંગણવાડી કેન્દ્ર હજુ પણ ભાડાના મકાનમાં ચાલે છે!
આઈસીડીએસ વિભાગે જ જાહેર કરેલા આંકડાઓ અનુસાર રાજ્યમાં જે કુલ 53029 આંગણવાડી કેન્દ્ર છે તેમાંથી 43163 કેન્દ્ર પોતાના મકાનમાં ચાલે છે જ્યારે 9866 પાસે પોતાનું મકાન નથી! 2008-09થી નવા મકાન બનાવવા માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે. 2022-23ના બજેટમાં આવા 500 નવા મકાન બનાવાશે અને બધા એકસરખા બનાવાતા હોવાથી તેને નંદઘરની શ્રેણીમાં મુકાશે.

રાજ્યમાં છેલ્લા 10 નાણાકીય વર્ષની સ્થિતિએ આંગણવાડીઓની સંખ્યામાં થયેલો વધારો

વર્ષઆંગણવાડી
કેન્દ્રોની સંખ્યા
2008-0944179
2009-1048617
2010-1150226
2011-1250226
2012-1352137
2013-1452137
2014-1552137
2015-1653029
2016-1753029
2017-1853029
2018-1953029
2019-2053029
2020-2153029
2021-2253029

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...