તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી VC-PVCનું ઇન્સ્પેકશન:નેકના ઇન્સ્પેક્શનમાં બીમાર કર્મીને નો-એન્ટ્રી, ફોટોગ્રાફીની પણ મનાઈ

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અધ્યાપકને તાવ આવતા નેકના કામથી બાકાત કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 18થી 20 દરમિયન નેકની ટીમ ઇન્સ્પેકશન કરવા માટે આવવાની છે ત્યારે કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા નેકના આગમનના એક સપ્તાહ પહેલા કે તેથી વધુ સમયથી ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફ બીમાર હશે તેને નેકના ઇન્સ્પેક્શન દરમિયાન બાકાત કરી દેવાશે. તાજેતરમાં જ યુનિવર્સિટીના નેકની કામગીરી સાથે જોડાયેલા એક અધ્યાપકને તાવ આવી જતા હવે તેને નેકના ઇન્સ્પેકશન દરમિયાન આવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

આ ઉપરાંત નેકના ઇન્સ્પેકશન દરમિયાન કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવાની મનાઈ ફરમાવી છે. માત્ર નેકની ટીમ સાથે આવેલા વ્યક્તિ જ ફોટા કે વિડીયો ઉતારી શકશે. સાથે સાથે નેકની ટીમે યુનિવર્સિટીને મેઈલ કરી સ્પષ્ટ જણાવ્યું છે કે ઇન્સ્પેકશન દરમિયાન દરેક વ્યક્તિ સોશિયલ ડીસ્ટન્સ બનાવી રાખશે, દરેક વ્યક્તિ થ્રી લેયર માસ્ક ફરજીયાત પહેરવું પડશે, સેનિટાઈઝર અને થર્મલ ગનની વ્યવસ્થા રાખવી પડશે. આજથી બે દિવસ કુલપતિ અને ઉપકુલપતિ યુનિવર્સિટીના દરેક ભવનનું નેકની ટીમની જેમ જ ઇન્સ્પેકશન કરશે. નેકની ટીમના ઈન્સ્પેકશનના પગલે યુનિવર્સિટીમાં 6 કમિટી બનાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો