તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના@1:રાજકોટ જિલ્લાનાં આ 112 ગામોમાં કોરોનાને નો એન્ટ્રી, શંકાસ્પદોના ટેસ્ટ કર્યા પણ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • રાજકોટ જિલ્લાનાં આ ગામો અન્ય ગામો માટે આદર્શરૂપ
  • અન્ય શહેરોમાં રહેતા લોકો ગામમાં આવે તો તેને ક્વોરન્ટીન કરવામાં આવે છે
  • ગામના તમામ સિનિયર સિટિઝનોને વેક્સિન આપવામાં આવી રહી છે

ગુજરાતમાં કોરોનાને 19 માર્ચે એક વર્ષ પૂરૂં થઈ ગયું છે. આ એક વર્ષમાં અનેક શહેરો અને ગામોમાં કોરોનાનું સંક્રમણ વકર્યું હતું. જોકે હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે હજુ ઘણાં ગામો એવાં છે, જ્યાં કોરાના પ્રવેશી શક્યો નથી. ગ્રામજનોની સતર્કતાને કારણે રાજકોટ જિલ્લાનાં 598 ગામો પૈકી 112 ગામો એવાં છે, જ્યાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, આ ગામોમાં શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજકોટ જિલ્લાનાં આ ગામો અન્ય ગામો માટે આદર્શરૂપ બન્યાં છે.

મોટા ભાગનાં ગામો રાજકોટની આસપાસ છતાં કોરોનામુક્ત રહ્યાં
આ 112 ગામો પૈકી મોટા ભાગનાં ગામો રાજકોટથી નજીક છે, જેથી હજારો લોકો ધંધા-રોજગાર માટે રાજકોટ આવતા-જતા રહે છે, પરંતુ ફરીથી જ્યારે ગામમાં આવે છે ત્યારે તમામ સાવચેતીથી રાખે છે. રાજકોટ જિલ્લામાં એક ણ કોરોના પોઝિટિવ કેસ ન આવ્યો હોય તેવાં ગામોની યાદીમાં સૌથી વધુ રાજકોટ તાલુકાનાં 21 ગામો છે, જ્યારે સૌથી ઓછાં જેતપુર તાલુકાનાં 2 ગામ છે.

માસ્ક વિના બહાર નથી જતા, ફેરિયાઓને એન્ટ્રી નથી આપતા
આ ગામોમાં તમામ લોકો માસ્ક પહેરીને જ ઘર બહાર નીકળે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખે છે. અમુક ગામોમાં તો બહારથી આવતા ફેરિયાઓને આજ દિવસ સુધી પ્રવેશવા દેવામાં આવ્યા નથી. તો અમુક ગામોમાં જ્યાં ફેરિયાઓ આવે છે તેને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે તેઓ દૂર ઊભા રહીને પોતાનો ધંધો-રોજગાર કરે.

ગ્રામજનોએ ચૂંટણી સમયે મેળાવડા ન કરવા દીધા
આ 112 ગામો પૈકી એક ગામ માખાવડ ગામ પણ છે. માખાવડ ગામમાં આજ દિવસ સુધી એકપણ કેસ નોંધાયો નથી, ચૂંટણી સમયે આ વિસ્તારોમાં લોકોના મેળાવડા કરવા દેવામાં આવ્યા ન હતા. આજે પણ સતત કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. લોકડાઉન સમયે ગામના લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગામના કોઇ લોકો બહારગામ રહેતા હોય અને ગામમાં આવે તો તેને ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. છેલ્લા એક વર્ષથી આ ગામના વૃદ્ધોને કામ સિવાય બહાર નીકળવા દેવામાં આવ્યા નથી અને હાલમાં વેક્સિનેશન ચાલુ છે ત્યારે ગામના તમામ સિનિયર સિટિઝનોને વેક્સિન આપવામાં આવી રહી છે.

આ એક્સક્લૂઝિવ અહેવાલો પણ વાંચો

કોરોના થતાં સુરત સિવિલના નર્સ પતિના વોર્ડમાં દાખલ થયાં, બન્ને ઇશારામાં વાત કરતાં, પતિ ICUમાં ગયા પછી ક્યારેય ન મળી શક્યા

ગુજરાતમાં કોરોનાના 1લા પેશન્ટ નદીમે કહ્યું, 'આ તો જેને થાય તેને જ ખબર પડે, 3 મહિના ઘરની ચાર દીવાલમાં રહ્યો, સાજો થતાં જ પુત્રને પેટ પર બેસાડ્યો'

ગુજરાતમાં કોરોનાની 1લી પેશન્ટ રીટાએ કહ્યું, એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી

મને બચાવી લો...મારા પરિવારના 5માંથી 4 લોકો કોરોના સંક્રમિત છે, લોકો સોસાયટી છોડાવવા ધમકી આપે છે

તંત્રએ મને સુપર સ્પ્રેડર જાહેર કરતાં મિત્રો-કુટુંબીજનો સહિતના લોકો મને કોરોનાબોંબ ગણતાં, એ સમયને જીવીશ ત્યાં સુધી ભૂલીશ નહીં

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ પર રહેલા ગુજરાત પોલીસના પહેલા કોરોના પેશન્ટ, ફેમિલીને એમ જ હતું કે કદાચ આ હવે પાછો નહીં આવે

કોરોનાની દહેશત વચ્ચે પપ્પાની તબિયત લથડવા લાગી, અંતિમવિધિ માટે પણ ફાંફાં પડી ગયાં હતાં, એ દિવસ નહીં ભૂલી શકું

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો