તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાનામુ:શહેરમાં સવારના 6થી રાત્રીના 9 સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી, ઔદ્યોગિક વિસ્તારમાં કામના સમય માટે કેટલાક વાહનોની અવરજવરને મંજૂરી

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે પોલીસ કમિશનર દ્વારા વાહનોની અવરજવર અંગે સમયાંતરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે મુજબ શહેરમાં સવારના 6 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ભારે વાહનોને પ્રવેશબંધી ચાલુ રાખવામાં આવી છે, ઔદ્યોગિક વિસ્તારમાં કામના સમય દરમિયાન કેટલાક વાહનોની અવરજવરને મંજૂરી આપવામાં આવી છે.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ શહેરમાં ટ્રક, ટ્રેઇલર,ટેન્કર, ટ્રોલી સાથે ટ્રેક્ટર માટે સવારના 6થી રાત્રીના 9 કલાક સુધી પ્રવેશબંધી ચાલુ રહેશે. રેસકોર્સ રિંગ રોડ ઉપર બહુમાળી ભવનચોકથી હેડ ક્વાર્ટર સર્કલ, ન્યૂ એનસીસી ચોકથી કિસાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક અને ત્યાંથી બહુમાળી ભવન સુધીના માર્ગ પર ઉપરોક્ત વાહનો સવારના 5થી રાત્રીના 12 સુધી ચલાવી શકાશે નહીં. નાના માલવાહક વાહનો માટે શહેરના અન્ય વિસ્તારમાં પ્રવેશબંધી સવારના 9 થી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજના 5થી રાત્રીના 9 સુધી રહેશે. અન્ય સમયે નાના વાહનો અવરજવર કરી શકશે. નાના માલવાહક વાહનો માટે કોઇપણ સમયે પ્રતિબંધ રહેશે નહીં.

ઢેબર રોડ, સાઉથ અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયા અટિકા ફાટક સુધી સવારના 6 થી સવારના 9 અને બપોરના 1 થી બપોરના 4 સુધી પ્રતિબંધમાંથી મુક્તિ ચાલુ રાખવામાં આવે છે. મવડી રેલવે ફાટકથી આનંદ બંગલા ચોક થઇ વિનોદ બેકરીવાળા ચોક સુધી તથા ઉત્તર તરફના ભાગે ઇન્ડસ્ટ્રીયલ એરિયા મણિનગર ઉમાકાંત પંડિત ઔદ્યોગિક વસાહતમાં સવારના 9 થી બપોરના 1 તથા સાંજના 4 થી રાતના 9 કલાક સુધી પ્રવેશબંધી રહેશે. અન્ય સમયે ભારે વાહનો માટે પ્રવેશબંધીમાંથી મુક્તિ ચાલુ રાખવામાં આવે છે.ગોંડલ રોડ બાયપાસ સર્કલથી ગોંડલ રોડ, જૂના જકાતનાકા સુધીમાં ગેરેજ વિસ્તાર હોવાને કારણે 24 કલાક માટે પ્રવેશબંધીમાંથી મુક્તિ ચાલુ રાખવામાં આવી છે. માધાપર ચાર રસ્તા જામનગર રોડથી 150 ફૂટ રિંગ રોડ તથા ગોંડલ રોડ બાયપાસ સર્કલ સુધીનો રસ્તો 24 કલાક માટે ખુલ્લો રહેશે, પરંતુ તે રોડ ઉપરથી કોઇ પણ વાહન શહેરી વિસ્તારમાં પ્રવેશી બ્રિજથી સોરઠિયાવાડી સર્કલ સુધીનો 80 ફૂટ રોડ 24 કલાક માટે પ્રવેશબંધીમાંથી મુક્તિ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...