તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક સૂચના:નેકના ઇન્સ્પેકશન દરમિયાન કોઈપણ વિગતો મીડિયામાં લીક ન થવી જોઈએ

રાજકોટ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
યુનિવર્સિટીમાં નેકના ઇન્સ્પેકશનને લઈને કેમ્પસથી લઈને ક્લાસરૂમમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે ત્યારે ભવનોમાં જુના નોટીસ અને ક્લાસના બોર્ડ ઉતારી લેવાયા છે તેની જગ્યાએ નવા નક્કોર બોર્ડ લગાવી દેવાયા છે. - Divya Bhaskar
યુનિવર્સિટીમાં નેકના ઇન્સ્પેકશનને લઈને કેમ્પસથી લઈને ક્લાસરૂમમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે ત્યારે ભવનોમાં જુના નોટીસ અને ક્લાસના બોર્ડ ઉતારી લેવાયા છે તેની જગ્યાએ નવા નક્કોર બોર્ડ લગાવી દેવાયા છે.
 • સત્તાધીશોને A+ ગ્રેડનો વિશ્વાસ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક ભવન, સેન્ટર સહિતના વડાઓને માહિતી ગુપ્ત રાખવા કડક સૂચના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકની ટીમના આગમનને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેકની ટીમ જ્યાં ઇન્સ્પેકશન કરવા જાય, જે સુચન કરે, વાતચીત કે ચર્ચા કરે તેની કોઇપણ પ્રકારની વિગતો-માહિતી મીડિયામાં જાહેર ન કરવા શુક્રવારે યુનિવર્સિટીના દરેક ભવન, સેન્ટર સહિતના વડાઓને બોલાવી કડક સુચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ વખતે A+ ગ્રેડ આવવાનો સત્તાધીસોને વિશ્વાસ છે, તૈયારીઓ પણ સંપૂર્ણ થઇ ગઈ છે, છતાં યુનિવર્સિટીના સત્તાધીસો જાણે શું છુપાવવા માંગે છે તે પણ યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

નેકના આગમનને લઈને યુનિવર્સિટીમાં દરરોજ અઢળક મિટિંગનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે શુક્રવારે પણ સવારથી લઈને સાંજે પણ જુદી જુદી મિટિંગ મળી હતી જેમાં દરેક ભવનના વડાઓ, અધ્યાપકો અને સેન્ટ્રલ ફેસેલિટીના વડાઓને બોલાવાયા હતા. આ મિટિંગમાં નેકની ટીમના આગમન સમયે કઈ કઈ બાબતોની સાવધાની રાખવી તેની ચર્ચા કરવાની સાથે અધ્યાપકોને સૂચિત પણ કરવામાં આવ્યા હતા જેમાં ઇન્સ્પેકશન દરમિયાન કોઇપણ માહિતી મીડીયાને ન આપવી, મીડિયા સાથે માત્ર આઈક્યુએસીના વડા જ સંવાદ કરશે.

કોઈપણ જગ્યાએ 60થી વધુ લોકો એકઠા ન થાય તેનું ધ્યાન રાખવું, દરેક વ્યક્તિએ ફરજીયાત માસ્ક પહેરવું, ટીમના સભ્યોને ફૂલ કે ગીફ્ટ ન આપવી આ ઉપરાંત નેકની ટીમના સભ્યો જે ભવનમાં જઈને જેટલું પૂછે એટલો જ જવાબ આપવા સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો