તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કાંગશિયાળી ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના 8 સભ્યમાંથી 6 સભ્યએ કરી દરખાસ્ત
  • ચંદુ રૂપાપરા એકહથ્થુ સરમુખત્યારશાહી શાસન ચલાવી રહ્યાનો આક્ષેપ

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલ કાંગશિયાળી ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ ચંદુ રૂપાપરા સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના 8 સભ્યોમાંથી 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. ઈન્ચાર્જ સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોને જાણ ન કરતા બારોબાર કામગીરી કરી, ગ્રામજનો સાથે ઉદ્ધતાઈથી વર્તવું, પ્રજાલક્ષી કોઈપણ યોજના કે કાર્યક્રમની જાણ સભ્યોને કરવામાં ન આવતા 8માંથી 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે.પૂર્વ સરપંચ ભરત ચાવડા લોધિકા સીટ પરથી ચૂંટાઈ આવતા જોગવાઈ મુજબ ઉપસરપંચને ઈન્ચાર્જ સરપંચ ચંદુ રૂપાપરાને બનાવવામાં આવ્યા હતા.

બાદમાં ચંદુ રૂપાપરા દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યાનું ગ્રામ પંચાયતના સભ્યોને ધ્યાને આવતા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. સત્તાના દુરુપયોગમાં પ્રજાલક્ષી કામગીરીની જાણ ન કરવામાં આવતી, બિલ્ડરોને ફાયદો કરાવવા બનતી બિલ્ડિંગો પાસે પેવર રોડની કામગીરી કરાવવી, સદસ્યોએ ગામ વિકાસના કામો માટે સૂચવેલ ઠરાવો પર અમલ કરવામાં આવતો નથી.

તેમજ ગામમાં એકહથ્થુ સરમુખત્યારશાહી દ્વારા શાસન ચલાવવામાં આવે છે. જેથી ગ્રામપંચાયતના 6 સદસ્યો એલ.એચ.જાડેજા, કિરણબેન પરમાર, સી.આર. સોલંકી, ઈલાબા સોલંકી, ચંપાબેન મકવાણા અને રજની ચાવડા દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...