રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ગોંડલ રોડ પરની પાઇનવિન્ટા નામની હોટલના બીજા માળેથી અઢી વર્ષની બાળકી બારીમાંથી નીચે પટકાઈ હતી. હોટલની આ બારીમાં કોઈ આડશ કે ગ્રિલ સુધ્ધાં નથી. જેને પગલે અઢી વર્ષની બાળકી બીજા માળે ખુલ્લી બારીમાંથી 25 ફૂટ નીચે પટકાતાં તેને ગંભીર ઇજા થઈ છે. અને હાલ બાળકી સારવાર હેઠળ છે.
આવી બારી જોખમરૂપ બની શકે છે
આવી બારી જોખમરૂપ સાબિત થઈ શકે છે. આથી માતા-પિતાએ ધ્યાન રાખવું જરૂરી છે. આ બારી આખી ખુલ્લી હતી અને ચાર ફૂટની બારીમાંથી આંખેઆખો મોટો યુવક પણ ગરક થઈ જાય એટલી જગ્યા હતી. બારીમાં કોઈ ગ્રિલ કે આડશ પણ નહોતી. આથી મોટા ફ્લેટમાં કે હોટલમાં આવી બારી જોખમરૂપ બની શકે છે. 6 મહિના પહેલા પણ આ જ હોટેલમાં એક બાળકીનું મોત થયું હતું. જેમાં રાજકોટમાં સગાઈ પ્રસંગમાં આવેલો પરિવાર હોટલમાં રોકાયો હતો.
હવા ઉજાસ માટે બારી ખોલી અને બાળકીનું મોત થયું
સવારે માતાએ હવા ઉજાસ માટે રૂમની ગ્રીલ વગરની બારી ખોલી મોબાઇલ જોતા હતા. આ સમયે તેમની દોઢ વર્ષની પુત્રી નિત્યા રમતાં રમતાં બારી પાસેના સોફા પર ચડી બારી પાસે પહોંચી હતી. એ સમયે અચાનક નિત્યા બારીમાંથી નીચે ખાબકી હતી. બાળકી નીચે ખાબકતાં જ ત્યાં રહેલા કારના ચાલક સહિતનાઓ દોડી ગયા હતા. અને તુરંત હોટેલમાં જાણ કરી હતી. બાદમાં હોટેલ કર્મચારીએ ચોથા માળે ઉતરેલા માનસીબેનને વાત કરતા તેઓ નીચે દોડી આવ્યા હતા. નીચે જમીન પર પડેલી પુત્રીને નિત્યાને જોતાં જ તે ત્યાં જ જમીન પર બેભાન થઇ ઢળી પડી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ નિત્યાનું મોત નીપજ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.