રાજકોટ CPને રજૂઆત:સૌ. યુનિ. પેપર લીક કૌભાંડ મામલે 26 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં, જવાબદારો વિરુદ્ધ FIR દાખલ કરવા કોંગ્રેસની માંગ

રાજકોટ18 દિવસ પહેલા
પોલીસ કમિશ્નરને ત્વરિત કાર્યવાહી કરવા રજૂઆત

ગત તારીખ 13 ઓક્ટોબરે લેવાનાર સૌ. યુનિની બીબીએ તેમજ બીકોમ પરીક્ષાનું પેપર લીક થયાની ઘટના સામે આવી હતી. આ મામલે અત્યાર સુધી જવાબદારો સામે કાર્યવાહી કરવી તો દૂર પરંતુ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજરોજ પોલીસ કમિશ્નરને ત્વરિત કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

પોલીસ ફરિયાદ લેવા તૈયાર છે
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,પોલીસ કમિશ્નરે અમને પ્રત્યુત્તર આપતા ખુબ સ્પષ્ટ કીધું યુનિવર્સિટીના સતાધીશો ફરિયાદ દાખલ કરવા માંગતા હોય તો પોલીસ ફરિયાદ પહેલા લેવા પણ તૈયાર હતી અને અત્યારે પણ તૈયાર જ છે. કોઈ ફરિયાદી જ ના બને તો પોલીસ કઈ રીતે ફરિયાદ દાખલ કરે. અમે અમારી જવાબદારી નિભાવવા તત્પર છે સતાધીશો અત્યારે આવે અમે ફરિયાદ લેવા તૈયાર છે વિદ્યાર્થી હિત સૌ માટે સર્વોપરી હોવું જોયે

સતાધીશો જ ગેરમાર્ગે દોરી રહ્યા છે
રોહિતસિંહ રાજપૂતે વધુ જણાવ્યું હતું યુનિવર્સિટીના સત્તાધીશોને અમે આ અંગે રજુઆત કરી ત્યારે તેઓએ પોલીસ ફરિયાદ લેતી નથી તેમ કહી દોષનો ટોપલો ઢોળ્યો હતો એટલે સતાધીશો જ ગેરમાર્ગે દોરી રહ્યા હોઈ તે સ્પષ્ટ થયું છે. જવાબદાર લોકો ફરિયાદી બનાવામાં ડરતા હોઈ તો રાજીનામુ આપી દેવું જોઈએ અન્યથા કોઈ સિન્ડિકેટ સભ્યને આ મામલે ફરિયાદી બનાવી તાત્કાલિક ફરિયાદ પોલીસ તંત્રને આપે જેથી પેપરલીક કરનાર ઈસમો લોકો સમક્ષ ખુલ્લા પડે. જો યુનિવર્સિટીના સતાધીશો કે અધિકારીઓ ને ફરિયાદી બનવામાં ડર લાગતો હોય તો હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક વિદ્યાર્થી તરીકે ફરિયાદી બનવા તૈયાર છું.

અન્ય સમાચારો પણ છે...