તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTOને નંબરની કમાણી:RTOની ટુ વ્હીલરની સિરિઝમાં 1 નંબર 1.37 લાખમાં વેચાયો, GJ03MC સિરીઝની કુલ 33 લાખની આવક

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરમાં વાહનોના પસંદગીના નંબર લેવા માટે લોકો મોટી રકમ ખર્ચતા અચકાતા નથી. તાજેતરમાં આરટીઓ દ્વારા કરાયેલી ટુ વ્હીલરની સિરિઝ GJ03MCના કરાયેલા ઈ-ઓક્શનનું પરિણામ જાહેર કરાયું છે જેમાં સૌથી વધુ રકમ 0001 નંબરના 1.37 લાખ ઉપજ્યા છે. જયારે 0047 નંબરના 1.01 લાખની આવક થવા પામી છે. રાજકોટમાં જયારે ટુ વ્હીલર કે ફોર વ્હીલરની નવી સિરિઝ ખૂલે ત્યારે નંબરના શોખીનો પોતાના વાહનોમાં મનગમતા નંબર લેવા માટે મોટી રકમ ખર્ચતા પાછીપાની કરતા નથી.

ટુ વ્હીલરમાં સૌથી વધુ અરજદારોનો ધસારો રહે છે પરંતુ એક જ નંબરની સૌથી વધુ આવક ફોર વ્હીલની સીરીઝમાંથી જ આરટીઓને થાય છે. આ નવી સીરીઝના ઈ-ઓકશનમાં 913 નંબર માટે બોલી લગાવવામાં આવી હતી. જેમાં આરટીઓ વિભાગને રૂ.33 લાખની આવક થવા પામી હતી. આરટીઓ દ્વારા જાહેર કરાયેલા ઈ-ઓક્શનના પરિણામમાં સૌથી વધુ રકમ 0001 નંબરની રૂ. 1.37 લાખ થઇ હતી.

જયારે 0047 નંબરના રૂ.1.01 લાખ, 0002 નંબરના રૂ.51500, 0005ના રૂ.48 હજાર 0007 નંબરના રૂ. 86હજાર, 0009 નંબરના રૂ. 63હજાર, 0011 નંબરના રૂ. 30હજાર, 0012 નંબરના રૂ. 45હજાર, 0021 નંબરના રૂ. 46હજાર, 0044 નંબરના રૂ. 44હજાર, 0055 નંબરના રૂ. 60 હજાર, 0111 નંબરના 39 હજાર, 1111 નંબરના 60 હજારની આવક થઇ છે. રાજકોટ આરટીઓના ટુ વ્હીલર માટેની સિરીઝ GJ03MCની કુલ 33 લાખની આવક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...