તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Nirmalaben Of Rajkot And His Wife Khushbu Handed Over A Blank Check To The Collector; Oxygen Has Been Delivered To 300 People And Rations To 2500 People

સેવાભાવી સાસુ-વહુ:રાજકોટનાં નિર્મળાબેન અને તેમનાં વહુ ખુશ્બુએ કલેક્ટરને કોરો ચેક આપ્યો હતો; 300 લોકોને ઓક્સિજન તો 2500ને રાશન પહોંચાડી ચૂક્યાં છે

રાજકોટ3 મહિનો પહેલાલેખક: ધારા નગેવાડીયા
  • કૉપી લિંક
રાજકોટનાં નિર્મળાબેન અને તેમનાં વહુ ખુશ્બુ સાથે કલેક્ટરની તસવીર - Divya Bhaskar
રાજકોટનાં નિર્મળાબેન અને તેમનાં વહુ ખુશ્બુ સાથે કલેક્ટરની તસવીર

કોરોનાની મહામારીમાં રાજકોટમાં રહેતા નિર્મળાબેન દાવડા અને ખુશ્બુબેન દાવડા એક વર્ષથી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. સેવાયજ્ઞ માટે તેઓ પોતાની બચત વાપરી રહ્યા છે. ગત સપ્તાહે જ આ બન્ને સાસુ વહુ કલેકટર પાસે કોરો ચેક લઇને પહોંચ્યા હતા અને કહ્યુ કે ,મેડમ આ ચેકમાં જરૂરિયાત હોય એટલી રકમ લખી નાખો. સાસુ-વહુના સેવાકીય અભિગમને કલેક્ટરે પણ બિરદાવ્યો હતો. આ સાસુ-વહુએ 300 લોકોને ઓક્સિજન સિલિન્ડર અને 2500થી વધુ જરૂરિયાતમંદ દર્દી સુધી રાશનકીટ, દવા અને મેડીકલ સહાય આપી છે.

વહુ ખુશ્બુબેન દાવડાએ જણાવ્યું હતું કે તેના આ કામગીરીમાં તેમનાં સાસુ ઉપરાંત તેના પતિ આકાશ અને સસરા મહેન્દ્રભાઈનો સહયોગ મળી રહ્યો છે. ખુશ્બુબેન મોતીકામ, ભરતગુંથણકામ, હેન્ડવર્ક, કરે છે. તો તેમનાં સાસુ 69 વર્ષની ઉંમરે ખભે ખભો મિલાવીને વહુને સેવા માટે મદદરૂપ બની રહ્યા છે.બન્ને સાસુ-વહુ સવારના 5.30 કલાકે ઉઠી જાય છે અને ઘરકામ તેમજ નિત્યક્રમ પૂરો કર્યા બાદ સેવાકીય કામગીરી કરે છે. મહામારી સિવાય આ સાસુ વહુ દરેક તહેવારની ઉજવણી ગરીબોને મદદરૂપ થઈને કરે છે.

દીકરાને સૈન્યમાં ઉચ્ચ અધિકારી બનાવવાનું સ્વપ્ન
ખુશ્બુ બેન અને તેનો પરિવારના તમામ સભ્યોમાં દેશ પ્રેમની ભાવના છે. આ સંસ્કાર તેના બાળકને વારસામાં મળ્યા છે. જે ઉંમરે બાળક ફાઇવ સ્ટાર હોટલ, ગેમ્સ ઝોનમાં જવાની જીદ કરે છે તે ઉંમરે ખુશ્બુબેનનો દિકરો દેશની સેવા કરવા માટે પોતાની માતાને મદદ કરે છે અને દર વર્ષે અલગ અલગ સરહદની મુલાકાત કરે છે.દેશ સેવા માટે આ પરિવારના બાળકને સેનામાં ભરતી થવુ છે અને સેનાનો વડા બનવાનું સ્વપ્ન અત્યારથી જ સેવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...