તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Nine Policemen, Including Two From The Traffic Brigade, Have Been Suspended For Allegedly Stripping A Young Man Naked In Khambhaliya.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ રેન્જ IGનો આદેશ:ખંભાળિયામાં નિર્વસ્ત્ર સરઘસ કાંડમાં 9 પોલીસ સહિત 11 ફરજમોકૂફ કર્યા, PIને તાત્કાલિક લીવ રિઝર્વમાં મૂકાયા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખંભાળીયામાં અસામાજિક તત્વોએ યુવકને નગ્ન કરી શહેરના રસ્તા પર ફેરવ્યો હતો - Divya Bhaskar
ખંભાળીયામાં અસામાજિક તત્વોએ યુવકને નગ્ન કરી શહેરના રસ્તા પર ફેરવ્યો હતો

ખંભાળિયામાં યુવકને નગ્ન કરી સરઘસ કાઢવાના ચકચારી બનાવે મહિલા પીએસઆઇ સહિત 11 કર્મચારીઓની નોકરીનો ભોગ લીધો છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા 9 પોલીસ કર્મચારી નિષ્કાળજી અને બેદરકારી દાખવી હોવાના આરોપ સાથે આ તમામને ફરજમાેકૂફ કરાયા છે, જયારે અને ટ્રાફિક બ્રિગેડના 2 જવાનોને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા લેવાયેલા આ પગલાથી સમગ્ર દ્વારકા જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરજમોકૂફીના આ પગલા ઉપરાંત, ખંભાળિયાના પીઆઇ ગઢવીને લીવ રીઝર્વમાં મૂકી દીધા છે અને તેમની જગ્યાએ કલ્યાણપુરમાં ફરજ બજાવતા પીઆઇ વાગડીયાને ચાર્જ અપાયો છે. આઇજીના આ પગલાથી દ્વારકા પોલીસ તંત્રમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.

PSI સહિત 9 પોલીસ ફરજમોકૂફ, ટ્રાફિક બ્રિગેડના 2 જવાનો છૂટા કરાયા
1. ચંદ્રકલાબા બી.જાડેજા-પીએસઆઇ
2. માંડણભાઇ રાયદેભાઇ ગઢવી-લોકરક્ષક સર્વેલન્સ સ્કવોડ
3. સુરાભાઇ પ્રભુભાઇ ગઢવી-લોકરક્ષક સર્વેલન્સ સ્કવોડ
4. માલદેભાઇ મેરામણભાઇ નંદાણીયા-હેડ કોન્સ્ટેબલ
5. બલુભાઇ પરબતભાઇ ગઢવી-લોકરક્ષક
6. કરશનભાઇ રાજશીભાઇ ગોજીયા-હેડ કોન્સ્ટેબલ
7. વજુભાઇ જીવાભાઇ નંદાણીયા-અના.લોકરક્ષક
8. કાબાભાઇ મુળુભાઇ ચાવડા-અનાર્મ ASI, હાજરી માસ્તર
9. અરશીભાઇ ગોગનભાઇ ગોજીયા-અના.લોકરક્ષક
10. પ્રતાપભાઇ જેઠાભાઇ વાઢેર,ટ્રાફિક બ્રિગેડ
11. રાજેશભાઇ હમીરભાઇ ભાદરકા-ટ્રાફિક બ્રિગેડ

કલ્યાણપુર, ખંભાળિયા અને ભાટિયાના પોલીસ અધિકારીઓ બદલાયા
ખંભાળિયામાં યુવકને નગ્ન કરી સરઘસ કાઢવાના બનાવ બાદ જિલ્લા પોલીસ વડાએ ખંભાળિયા પીઆઇને લિવ રિઝર્વમાં મુકાયા છે. કલ્યાણપુરથી પીઆઇને ખંભાળિયા નિમણુંક કરાઇ છે. ભાટિયા આઉટ પોસ્ટના મહિલા પીએસઆઇને કલ્યાણપુર મૂકાયા છે. નવનિયુક્ત પીએસઆઇને ભાટિયા આઉટ પોસ્ટમાં મૂકાયા છે. દ્વારકા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા વિશાલ વાઘેલાએ ખંભાળિયા પોલીસ સ્ટેશનના પીઆઇ જી.આર.ગઢવીને લિવ રિઝર્વમાં મુક્યા છે.જ્યારે કલ્યાણપુરથી વી.વી.વાગડીયાને ખંભાળિયા નિમણુંક અપાઇ છે.

ભાટિયા આઉટ પોસ્ટ પોલીસ ચોકીના પીએસઆઇ ગગનીયાને કલ્યાણપુર મુકાયા છે અને નવનિયુક્ત પીએસઆઇ જોષીને ભાટિયા આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં નિમણુંક અપાઇ છે. ઉલ્લેખનીય છેકે, ફેસબુકમાં ક્રિકેટ સટ્ટા વિશે લાઇવ બોલનારા યુવકને નિર્વસ્ત્ર કરીને તેનું સરઘસ કાઢવાનો મામલો રાજ્યભરમાં ખળભળાટ મચાવી ગયો હતો અને આ કિસ્સામાં ખંભાળિયા પોલીસ સામે પણ આંગળી ચિંધાઇ હતી.

શું હતો સમગ્ર મામલો?
જામખંભાળિયામાં એક યુવાનને બે શખસે નગ્ન કરી શહેરમાં ફેરવ્યો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળાં જોવા માટે ઊમટી પડ્યા હતા. બે શખ્સે યુવાનના હાથ પકડી શહેરના રસ્તા પર નગ્ન અવસ્થામાં જ ફેરવ્યો હતો. એટલું જ નહીં, આ બે શખ્સે યુવકને લાફા પણ ફટકાર્યા હતા. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ યુવાને થોડા દિવસ પહેલાં જ જૂની અદાવતમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બે શખ્સોએ યુવાનને નગ્ન કરી શહેરમાં ફેરવ્યા પછી પોલીસને સોંપ્યો હતો.

યુવાન અવારનવાર સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વો અને પોલીસ સામે આક્ષેપ કરતા વીડિયો મૂકતો હતો
ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં ગોવિંદ તળાવ ખાતે રહેતા ચંદુ અરજણભાઈ રાણશીભાઈ રૂડાચ નામના 38 વર્ષીય યુવાન અવાર નવાર ચારણનો ચોરો માધ્યમથી સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વો અને પોલીસ સામે આક્ષેપ સહિતના લાઈવ વીડિયો શેર કરતોહતો. તાજેતરમાં એક ક્રિકેટના સટ્ટા બાબતે LCB પોલીસની કાર્યવાહીનો વીડિયો મૂકવામાં આવ્યો હતો. જેમાં અહીંના કેટલાક શખ્સો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વીડીયોનું મનદુ:ખ રાખી અને ખંભાળિયામાં રહેતા ભારા જોધાભાઈ ભોજાણી, કિરીટ જોધાભાઈ ભોજાણી, પ્રતાપ જોધાભાઈ ભોજાણી, કાના જોધાભાઈ ભોજાણી અને માણસીભાઈ ભોજાણી પાંચ શખ્સોએ ગઈકાલે સવારે ગુનાહિત કાવત‚રૂ રચી અને ફરિયાદી ચંદુ રૂડાચને આશરે સાડા દસ વાગ્યે પોતાની કાળા કલરની ક્રેટા કારમાં બેઠક રોડ પરથી અપહરણ કરીને લઈ ગયા હતા. આ શખ્સોએ ચંદુ રૂડાચને ઢોર માર મારી અને અહીંના જુદા જુદા વિસ્તારોમાં નિર્વસ્ત્ર કરીને ફેરવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો